________________
મનશુદ્ધિનો ઉપાય મૂલાર્થ : પ્રથમ વ્યવહાર નયમાં રહીને શુભ સંકલ્પમય મહાવ્રતોનું પાલન કરવાવડે અશુભ સંકલ્પની નિવૃત્તિ કરવામાં તત્પર થવું. (વ્રતાદિ કરીને બીજી પ્રવૃત્તિની નિવૃત્તિ કેમ થાય ? કાંટાથી કાંટો નીકળે તેમ)
ભાવાર્થ : કાંટો કાઢવા માટે કાંટો કે સોય જેવું તીણ સાધન જોઈએ. તેમ શુદ્ધ ઉપયોગને સાધ્ય કરવા પ્રથમ વ્યવહારદષ્ટિ રાખીને નિશ્ચયના લક્ષ્ય કરેલા શુભ સંકલ્પમય મહાવ્રતોનું પાલન કરવું. જેથી કાંટો કાંટાનું હરણ કરે છે તેમ અશુભ સંકલ્પને દૂર કરવા શુભ સંકલ્પ જરૂરી બને છે. ત્યાર પછી ક્રમે તે સમયની યોગ્યતા થતાં શુભસંકલ્પના વિકલ્પો શમી જશે. શુભના લક્ષ્ય અશુભ દૂર થાય તેમ શુદ્ધના લક્ષ્ય શુભ વિકલ્પ પણ શમી જાય છે. [३१९] विषमधीत्य पदानि शनैः शनै
हरति मन्त्रपदावधि मान्त्रिकः । भवति देशनिवृत्तिरपि स्फुटा,
ગુરુરી પ્રથમ નાસતથા મે ૧૬ || મૂલાર્થ : જેમ માંત્રિક મંત્રના પદોની સમાપ્તિ સુધી ધીમે ધીમે શબ્દોનું રટણ કરીને વિષનું હરણ કરે છે, તેમ મનની અલ્પ પ્રવૃત્તિ પણ પ્રગટપણે ગુણકારક છે.
ભાવાર્થ : મંત્ર = સત્ પુરુષ કે દેવતા અધિષ્ઠિત અક્ષરોનો સમૂહ તે મંત્ર. તે મંત્ર જાણનાર કે ભણનાર માંત્રિક છે, જે મંત્ર દ્વારા વિષનો નાશ કરે છે. એ માંત્રિક મંદધ્વનિ વડે સર્પાદિકના વિષનો નાશ કરે છે જોકે હજી ડંખની અસર તે સ્થાને છે. પરંતુ શરીરના બીજા ભાગમાંથી વિષની નિવૃત્તિ ગુણકારી છે. તેમ શુભરાગવડે કે શુભ અવલંબન વડે અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિનો નાશ થાય છે, તે પણ મનની પ્રસન્નતા અને નિર્દોષતા માટે ગુણકારક છે. અર્થાત્ મનને નિર્વિકલ્પ કરવામાં શુભ અધ્યવસાય થવાના અવલંબનો ગુણકારક છે. પરંપરાએ નિમિત્ત બને છે. મનશુદ્ધિ સીધું સાધન છે.
૧૭૪ : અધ્યાત્મસાર For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org