________________
સૌંદર્યનો સૂર્યની પ્રભા વિકાસ કરે છે.
તેમ જિનવચનની શ્રદ્ધાનો વિકાસ મનશુદ્ધિને આધારિત છે. જિનાગમનો અભ્યાસ કરે પણ મનશુદ્ધિ ન હોય તો તે શાસ્ત્રજ્ઞાન ગર્વ પેદા કરે છે. વળી મનશુદ્ધિ વિષયકષાયોને શાંત કરવારૂપી શુભ વિચાર-તરંગોથી ભરપૂર નદી છે. એ શુદ્ધ મન જીવમાં મોહનીય કર્મને વશ ઉદયમાં આવેલા જાતિ, કૂળ, ધનાદિના મદનો
જ્વર શાંત કરી દે છે. મનશુદ્ધિ એવું મહાન સાધન છે કે જીવમાં રહેલા અનેક દોષોનું તે દહન કરે છે. સ્વાધ્યાયાદિ દ્વારા મન શુદ્ધ કરવું આવશ્યક છે. [૭૭] અનુમવામૃતષ્કમનુત્તર
प्रतमराल दिलासपयोजिनी । सकलकर्मकलकविनाशिनी,
મનસ પર દિ શુટિહિતા ! ૧૪ / મૂલાર્થ : અનુભવરૂપી અમૃતના કુંડ સમાન મહાવ્રતરૂપી રાજ હંસને ક્રીડા કરવાની કમલિની સમાન તથા સકળ કર્મના કલંકને નાશ કરનારી એવી એક મનની શુદ્ધિ જ કહેલી છે.
ભાવાર્થ : મનશુદ્ધિ, શુદ્ધ ઉપયોગની ફળશ્રુતિ – આત્માનુભૂતિ છે. મનશુદ્ધિ દ્વારા પ્રાપ્ત આત્માનુભવરૂપ જ્ઞાન અનંત જન્મમરણની સમાપ્તિ કરનારો અમૃત કુંડ છે. રાજહંસોને રમણ કરવા માટે જેમ કમલિની છે, તેમ વ્રત મહાવ્રત ધારણ કરનારની મનશુદ્ધિ આત્મસ્વરૂપમાં રમણ કરવા માટે છે. જેમ દીર્ધકાળનું સ્વપ્ન જાગૃત થતાં સમાઈ જાય તેમ, અનાદિના જ્ઞાનાવરણાદિક કર્મો મનશુદ્ધ થતાં સમાઈ જાય છે. નાશ પામે છે. જિનેશ્વરોએ મન: શુદ્ધિનું આવું અનુપમ માહાસ્ય જણાવ્યું છે. [5] પ્રથમતો વ્યવહારનયચિતોડ,
शुभविकल्पनिवृत्तिपरो भवेत् । शुभविकल्प मयव्रतसेवया,
हरति कण्टक एव हि कण्टकम् ॥ १५ ॥
મનશુદ્ધિ અધિકાર : ૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org