________________
જગતને ઠગ્યું છે. અનેક પ્રકારે લૂંટ્યું છે. પરિણામે તેઓ સ્વયં ઠગાઈને આત્મધન ગુમાવીને અધોગતિ પામે છે. [૩૧] મનસ વતતઃ રિશોધનું, नियमतो विदधीत महामतिः ।
इदमभेषजसंवननं मुनेः,
परपुमर्थस्तस्य शिवश्रियः ॥ १२ ॥
મૂલાર્થ : તેથી કરીને મતિમાન પુરુષોએ અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ. કેમ કે મનની શુદ્ધિ પરમપુરુષાર્થમાં આસક્ત થયેલા મુનિને મોક્ષલક્ષ્મીનું આકર્ષણ કરવામાં ઔષધ વિનાનું વશીકરણ છે.
ભાવાર્થ : માટે શુદ્ધમતિમાન સાધકે તો બાહ્યચેષ્ટાઓને ગૌણ કરી મનની શુદ્ધિને સાધ્ય કરવી, પરમાર્થની રુચિવાળા મુનિને મનશુદ્ધિ જ સર્વોત્કૃષ્ટ સાધન છે, જે વડે મોક્ષરૂપ આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. મનશુદ્ધિ સહિત કરેલા વ્રતાદિ પણ પરમાર્થમાર્ગના પ્રયોજનભૂત થાય છે. કદાચિત બાહ્ય કોઈ અનુષ્ઠાનનું સેવન ન થાય તો પણ મોક્ષમાર્ગ મનશુદ્ધિને, શુદ્ધ ઉપયોગને વશ વર્તે છે. મનશુદ્ધિવાળા સાધકની બાહ્ય ચેષ્ટા પણ વિવેકયુક્ત હોય છે.
[૩૧] પ્રવચનાબવિનાસવિપ્રમા,
प्रशमनीरतरङ्गतरङ्गिणी । हृदयशुद्धिरुदीर्णमदज्वर
प्रसरनाशविधौ परमौषधम् ॥ १३ ॥
મૂલાર્થ : મનશુદ્ધિ એ જ જિનાગમરૂપી કમળનો વિકાસ કરવામાં સૂર્યની પ્રભા સમાન છે. પ્રશમરૂપી જળના તરંગવાળી નદી છે, અને ઉદય પામેલા અષ્ટ પ્રકારના મદરૂપી જ્વરનો પ્રચાર નાશ કરવામાં મહા રસાયન છે.
ભાવાર્થ : આશ્ચર્ય છે કે કમળનું ઉત્પત્તિ સ્થાન કાદવ અને તેનું પ્રગટ રૂપસૌંદર્ય યુક્ત નિર્મળ છે. કારણ કે ભલે તેની નાળ કાદવમાં રહી પણ તેનું મુખ-દૃષ્ટિ સૂર્ય પ્રત્યે હોવાથી તેના
Jain Education International
૧૭૨
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org