________________
મૂલાર્થ : મનનો નિગ્રહ નહિ કરનારો મનુષ્ય ખરાબ વિકલ્પોને લીધે તંદુલીયા મલ્યની જેમ નરકે જાય છે, તે નરક ગમનરૂપ પ્રાપ્ત નહીં થયેલા પદાર્થોના વિકલ્પોએ આપેલી કદર્થના, ભોજન ર્યા વિના ઉત્પન્ન થયેલું અજીર્ણપણું છે એમ જાણવું.
ભાવાર્થ ઃ તંદુલીયો મત્સ્ય (મહામસ્યના કપાળમાં ચોખા જેવડી આકૃતિવાળો તંદુલીયો મત્સ્ય છે) મહાકાય મત્સ્યના ખુલ્લા મુખમાં જતાં કેટલાક માછલાં પાછા નીકળે, ત્યારે તેને સંતાપ થાય કે જો હું હોઉં તો એકે માછલું જવા ન દઉં. એને એ માછલાં મળવાના નથી. પરંતુ નિરંતર દુર્ગાનરૂપ વિકલ્પ કરીને તે નરકગામી બને છે.
આ પ્રમાણે જેણે અનિષ્ટ વિકલ્પોને શમાવ્યા નથી, અપ્રાપ્ત પદાર્થોની તૃષ્ણાનું નિરંતર સેવન કરે છે. ભોજન કર્યા વગર કેમ જાણે અજીર્ણ થાય તેમ પદાર્થો ન મળવા છતાં તેનું નિરંતર આર્તધ્યાન જીવને નરકના દ્વાર ખોલી આપે છે. માટે પ્રાપ્ત કે અપ્રાપ્ત પદાર્થોની નિરંતર ચિંતા કરવી નહીં એવી તૃષ્ણાને શમાવવી. [૨૪] મનસિ નોતરે વિતરીતતાં,
वचननेत्रकरेङ्गितगोपना । व्रजति धूर्ततया ह्यनयाऽखिलं,
निबिडदम्भपरैर्मुषितं जगत् ॥ ११ ॥ મૂલાર્થ ? જો મન ચપળ હોય તો વચન, નેત્ર, હસ્ત અને કાય ચેષ્ટાની ગોપના (ગુપ્તિ) વિપરીતપણાને પામે છે. અત્યંત દાંભિકપુરુષોએ એવી ધૂર્તતા કરીને આખા જગતને છેતર્યું છે.
ભાવાર્થ : મનની સ્થિતિ અંતરમાં ચપળ કે પ્રપંચયુક્ત હોય અને બાહ્યપણે વાણીમાં મૌન રાખે, નેત્રમાં નિર્દોષતા બતાવે, શરીરની ચેષ્ટામાં યતના પાળે તો પણ તેને તે સર્વ ચેષ્ટાઓ આ લોકમાં અંતરના સુખનું કારણ બનતી નથી. અને પરલોકમાં સદ્ગતિ પ્રાપ્ત થતી નથી.
મનોનિગ્રહ રહિત બાહ્ય ચેષ્ટાઓ દ્વારા દંભીજનોએ આ સમગ્ર
મનશુદ્ધિ અધિકાર : ૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org