________________
કરે છે. પરંતુ કોણ જાણે ક્યાંથી, કયા ખૂણેથી દુર્ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ થઈને તે વૃક્ષોનો નાશ કરે છે. ધર્મધ્યાનાદિકમાં આરૂઢ થયેલા યોગીઓના મનમાં પણ પૂર્વ સંસ્કાર દાવાનળ પેદા કરે છે. એવા દુરાય મનને તીર્થંકરાદિકે વશ કરી લીધું. માટે સાધકે પણ મનને વશ રાખવા સતત્ મહંત પુરુષોનું સ્મરણ કરવું. [૧૨] નિવૃહીતમના વિધર્તીરાં,
न वपुषा वचसा च शुभक्रियाम् । गुणमुपैति विराधनयाऽनया,
बत दुरन्तभवभ्रममञ्चति ॥ ९ ॥ સ્વચ્છંદીમન
મૂલાર્થ : જેણે મનનો નિગ્રહ કર્યો નથી એવો માણસ શરીર અને વચન વડે અત્યંત શુભ ક્રિયા કરે તો પણ તે આ મનની વિરાધનાને લીધે કંઈ પણ ગુણને પામતો નથી પરંતુ દૂરંત એવા ભવભ્રમણને પામે છે.
મન
ભાવાર્થ : જે સાધકે સ્વછંદે વિહરતા મનનો નિગ્રહ કર્યો નથી તે શરીર વડે પરોપકારાદિ કે અનુષ્ઠાનની શુભ ક્રિયાઓ કરે, કે વચન વડે સ્તુતિ આદિ શુભક્રિયાઓ કરે પણ જો અંતરંગ વિષયમાં ભમતું રહે તો કેવળ શુભક્રિયાના ફળરૂપે તે જીવ સદ્ગતિ પણ પામતો નથી, તો પછી જે દીર્ઘકાળે પામી શકાય તેવું મોક્ષનું ફળ તો ક્યાંથી પામી શકે ? કારણ કે બાહ્ય ક્રિયાઓ થતી રહે અને મન તો ગગન અને પાતાળમાં રાત્રિદિવસ વિષયોને શોધતું રહે તો સાપે છછુંદર ગળ્યા જેવી દુ:ખદાયી દશા થાય.
માટે હે ભવ્ય ! ધર્મારાધના કરતાં પ્રથમ મનને વશ કરવાનું શીખી લે. તે કેવળ આત્મજ્ઞાન વડે જ બંધાય છે.
[૧૩] નિગૃહીતમના ધ્રુવિત્ત્વતો,
Jain Education International
नरकमृच्छति तन्दुलमत्स्यवत् ।
इयमभक्षणजा तदजीर्णताऽ
नुपनतार्थ विकल्पकदर्थना ॥ १० ॥
૧૭૦ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
-
www.jainelibrary.org