________________
હસ્તીરૂપીમન મૂલાર્થ : ચારિત્રરૂપી ગોપુર (દરવાજો)નો ભંગ કરવામાં તત્પર અને સ્કુરાયમાન સિદ્ધાંતના બોધરૂપી વૃક્ષોને પણ પાડી નાંખનાર એવો અતિ મદોન્મત્ત મનરૂપી હસ્તી જો ભ્રમણ કરતો હોય તો પછી મોક્ષરૂપી રાજમાર્ગમાં ક્યાંથી જઈ શકાય ? ત્યાં કુશળતા ક્યાંથી હોય ?
ભાવાર્થ : મુક્તિના અભિલાષી એવા યોગીઓ જ્ઞાન અને ધ્યાનમાં લીન હોય, સર્વ વિરતિરૂપ ચારિત્ર ધર્મમાં પ્રવૃત્ત હોય, પ્રમત્તદશામાં ઝૂલતા હોય, પણ પૂર્ણતા પામતા પહેલાં આ મનરૂપી હસ્તી તે સાધકના મનપ્રદેશમાં ધમસાણ મચાવી વૃક્ષને મૂળમાંથી ઉખેડી દેવા સમર્થ થાય છે. ત્યારે યોગીઓ પણ મોક્ષ માર્ગમાં કુશળતાપૂર્વક રહી શકતા નથી. માટે મનનો નિગ્રહ કરવો અને તેના પ્રપંચોથી જાગતા રહેવું. [39] વ્રતનું પ્રાણીને બનો,
दहति दुष्टमनोदहनः पुनः । ननु परिश्रम एप विशेषवान्, क्व भविता सुगुणोपवनोदयः ॥ ८ ॥
અગ્નિરૂપી મન મૂલાર્થ : મનુષ્ય વ્રતરૂપી વૃક્ષોને તૈયાર કરે છે, અને વૃક્ષોને દુષ્ટ મનરૂપી અગ્નિ બાળી નાંખે છે ત્યારે સદ્ગુણરૂપી ઉદ્યાનના ઉદય વિષે પરિશ્રમ ક્યારે સફળ થશે ?
ભાવાર્થ : મનની ચાલ અજબગજબની છે. ક્યારે ઠંડા માટલા જેવું તો ક્યારે અગ્નિની શિખાઓ જેવું હોય છે. સાધકમાં ગુણોનો વિકાસ થવા છતાં તેનો પરિશ્રમ વ્યર્થ જાય છે. છતાં જ્ઞાનવડે તે પરાજય પામે છે. - સાધક મનને વશ રાખવા વિવિધ પ્રકારના વ્રતને ધારણ કરે છે. તે વ્રતો દ્વારા આત્મહિતના કે સદ્ગતિના ફળરૂપ વૃક્ષોનું પાલન
મનશુદ્ધિ અધિકાર : ૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org