________________
[૨૭] વાયોટિક વિદ્ય,
शमर सकलं विकिरत्यधः । चपल एष मनःकपिरुचकैः, रसवणिग् विदधातु मुनिस्तु किम् ॥ ४ ॥
વાનરરૂપીઃ મન મૂલાર્થ ઃ આ અત્યંત ચપળ મનરૂપી કપિ ચારિત્રના યોગરૂપી ઘડાને ઊંધે મુખે દોડાવીને સમગ્ર શમતારૂપી રસને નીચે ઢોળી નાંખે છે તો મુનિરૂપી રસ વ્યાપારી તેનો શો ઉપાય કરે ?
ભાવાર્થ : હે સાધુ ! આ મનરૂપી મર્કટ અત્યંત ચપળ છે. તેની માયાજાળ ગજબની છે. છે તો લિંગથી નપુંસક પણ મહાત્મા જેવા મરદો પણ ત્યાં પાછા પડે છે. સર્વવિરતિ કે દેશવિરતિ ચારિત્રના યોગ વડે ક્ષમા, નમ્રતા સ્થિરતાના સાધકભાવોથી, ઉત્પન્ન થયેલા શાંતરસના ઘડાઓને પણ મનની વિવશતાથી, વિષય, કષાય, તૃષ્ણા મોહ અને મદમાં ઊંધે માથે ગબડાવી દે છે. જીવને શાંતરસથી હિન કરી દે છે.
ત્યારે સાધુ પુરુષ શું કરે ?
જેમ તોફાને ચઢેલી નાવને નાવિક સ્થિર કરવા પ્રયત્ન કરે છે, તેમ સાધુ સ્વાધ્યાયાદિમાં પ્રવૃત્ત થઈને મનને સ્થિર કરવા પ્રયત્ન કરે છે. [૨૦] સતતદિતાસંયમમૂનો
स्थितरजोनिकरैः प्रथयन्स्तमः । अतिदृढैश्च मनस्तुरगो गुणै
પિ, નિયત્રિત N તિતિ છે ૬ //. મૂલાર્થ : નિરંતર પોતાના મનવડે ખૂંદેલી મનરૂપી પૃથ્વીથી ઊડેલા ધૂળના સમૂહથી અંધકારને વિસ્તારતો આ મનરૂપી અશ્વ અત્યંત મજબૂત ગુણો (દોરડા) વડે બાંધ્યા છતાં પણ સ્થિર રહેતો નથી.
ભાવાર્થ : અરે આ મનરૂપી અશ્વ તો જુઓ ! એક શ્વાસોચ્છવાસમાં હજારો માઈલ દોડ્યો જાય. વળી તે અશ્વ દોરડે બાંધવા છતાં
મનશુદ્ધિ અધિકાર : ૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org