________________
પ્રબંધ ૩જો
અધિકાર ૧૧મો
મનશુદ્ધિ અધિકાર
[૨૦૪] વિતા ગુમમિચ્છતાં,
प्रथमतो मनसः खलु शोधनम् । गदवतां ह्यकृते मलशोधने,
મુકયામુપતું રસાયન છે ૧ મૂલાર્થ: શુભને ઇચ્છનાર પુરુષોએ પ્રથમ ચિત્તને શુદ્ધ કરવું એ ઉચિત છે. કેમ કે રોગી મનુષ્યના મનની શુદ્ધિ કર્યા વિના જો રસાયણ આપ્યું હોય તો તે શા ઉપયોગને પામે ? કાંઈ જ ન પામે.
ભાવાર્થ : શુભ શું છે ? વર્તમાનમાં આત્માનું શુદ્ધધર્મરૂપ મંગળ, અને ભવિષ્યમાં સદ્ગતિની પ્રાપ્તિ તે શુભ છે. આવી ઇચ્છા હોય તેણે તે હેતુ માટે પ્રથમ ચિત્તને શુદ્ધ કરવું. સ્થિરતા કેળવવી. અશુભ વિકલ્પોનો (આર્તધ્યાન) ત્યાગ કરી ચિત્તને નિર્દોષ કરવું. ધર્મને યોગ્ય વૃત્તિ કે પ્રવૃત્તિ કરવી.
કેવી રીતે ?
જેમ રોગીને રસાયણ આપતા પહેલાં વૈદ્ય ઉદરની શુદ્ધિ કરે છે તેમ ભાઈ ! આત્મકલ્યાણ કરવું છે તો પ્રથમ મનશુદ્ધિ કરી લે. એ પહેલાં તેની ઉન્મત્તતા જાણી લે. ત્યાં કેવાં ભયસ્થાનો છે તે સમજી લે. તે માટે નીચેના બોધને ગ્રહણ કરજે. [૩૦] પરનને પ્રમં વિ રતિ,
द्विषति वा स्वमनो यदि निर्मलम् । विरहिणामरतेर्जगतो रते
रपि च का विकृतिविमले विधौ ॥ २ ॥ મૂલાર્થ જો પોતાનું મન શુદ્ધ હોય તો બીજા માણસો પોતાના પર અત્યંત રાગ કે દ્વેષ કરે તો પણ શું ? ચંદ્રનાં કિરણો જોવાથી
મનશુદ્ધિ અધિકાર : ૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org