________________
આગમધરો શાસ્ત્રજ્ઞ થાય. વિદ્વતા પ્રાપ્ત કરે. પણ આ મન તો તેમને પણ છેતરે છે. ગર્વનો નશો કરાવીને હરાવી દે છે. ભલે એ નપુંસક લિંગ પામ્યું પણ રાવણ જેવા કે યુધિષ્ઠિર જેવા મહાત્માઓ પણ મનની વૃત્તિ સામે હાર પામી ગયા. હજારો સુભટો સામે ઝઝૂમનાર રાવણ એક રૂપ પાછળ સર્વ હારી ગયો. સત્ય ઉપાસક યુધિષ્ઠિર મહાત્મા જુગારની હોડમાં સઘળું હારી ગયા.
મન ઉત્તમ સાધન છે. અન્ય ત્રણ ગતિમાં જે નથી મળ્યું તેવું અમૂલ્ય સાધન માનવને મળ્યું છે. પણ જો તેનું અવમૂલ્યન થાય તો જીવને દારુણ દુઃખ આપનારું થાય છે. બ્રેક વગરના વાહન જેવું નિરંકુશ મન લઈ જીવનનું નાવ ચલાવવું તે ભયંકર ખતરનાક છે.
મનની વક્રતા જીવને કલ્યાણ તરફ વળવા દેતી નથી. મનની જડતા જીવને ધર્મબોધ પામવા દેતી નથી. મનની અસ્થિરતા મનને આત્મભાવમાં ઠરવા દેતી નથી. અને મનની શૂન્યતા જીવનું હિત વિચારી શકતી નથી.
આવા દુશ્ર્ચક્રથી છૂટવાનો ઉપાય રાગાદિભાવના વિકલ્પો મંદ કરવા. શુદ્ધ અનુષ્ઠાનમાં મનને જોડવું. ક્રમે કરી સંયમમાં રાખવું. સ્વાધ્યાય દ્વારા મનને ચિંતનશીલ બનાવવું. શુદ્ધ ક્રિયા આદરવી. ભાવનાઓની અનુપ્રેક્ષા કરવી. આત્મ નિરીક્ષણ કરી દોષોને શોધીને તેનો નિકાલ કરવો. વારંવાર આવા પ્રકારે અભ્યાસ કરવાથી મન જ મિત્ર થઈ જાય છે.
મહાત્માઓએ મન વશ કરવાનો આખરી ઉપાય આત્મજ્ઞાન કહ્યો છે. જિનાજ્ઞાને આધીન ગુરુકૃપા વડે પાત્ર થઈને સાધ આત્મજ્ઞાન પામે છે. ત્યારે તો મન જ સ્વયં આત્મરૂપ બને છે
Jain Education International
૧૬૪ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org