________________
સંસારના પરિભ્રમણનું કારણ કર્મબંધ છે. અને કર્મબંધનું કારણ મનના વાસના જાનિત સંસ્કારો છે. શુભસંસ્કારો સુખને આપનારા અને અશુભ સંસ્કારો દુઃખને આપનાર હોય છે, તેમાં સંસાર તો ઊભો જ રહે છે. પ્રથમ અશુભ સંસ્કરને ત્યાગ કરવા શુભ સંસ્કારનું અવલંબન લેવું, પછી ક્રમે કરીને શુભ સંસ્કારના યોગથી મનને શુદ્ધતામાં જોડવું. અર્થાત્ જેમાં શુભ પ્રત્યે પણ રાગ ન હોય.
મનનો નિગ્રહ કરવામાં ન આવે તો તે રથના બે ચક્રો પર જેમ રથ ચાલ્યા કરે છે, તેમ રાગદ્વેષના ભાવ ઉપર મનરૂપી રથ ચાલ્યા કરે છે. અને એ જ સંસારના પરિભ્રમણનું કારણ છે. માટે પ્રથમ મનનો નિગ્રહ કરવો. - જો તું સમતામાં છે, આકુળતા રહિત છે તો ભલે તું સંયમ નિયમ આરાધે, પણ જો મન સમતામાં નથી તો તારા સંયમ નિયમ વ્યર્થ જશે. માટે કહ્યું છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું
મન શુદ્ધ નથી તો તપ કે જપથી શું થશે ? મન શુદ્ધ નથી તો દાન કે ધ્યાનથી શું થશે ? મન શુદ્ધ ન હોય પૂજા પાઠથી શું થશે ? મન શુદ્ધ નથી તો શ્રવણ મનનથી શું થશે ?
શાસ્ત્રકારોએ દર્શાવેલાં બાહ્ય સાધનો પણ મનની શુદ્ધિ સહિત હોય તો સર્વ અનુષ્ઠાનો સાર્થક છે.
આનંદઘનજીએ પ્રકાડ્યું છે કે – રજની વાસર (દિવસ) વસ્તી ઉજ્જડ.
ગયણ (આકાશ) પાયાલે જાય, સાપ ખાય ને મુખડું થોથું, એહી ઉખાણો ન્યાય.
રાત્રિ દિવસના ભેદ વગર વસતીમાં વેરાનમાં. આકાશમાં કે પાતાળમાં મન ભમ્યા જ કરે પણ સરવાળે પામ્યો શું ?
સાપ ઉંદર ગળે અને આકુળ થાય, અને મુખને કંઈ સ્વાદ ન મળે. તેમ મન ચારે દિશામાં ભમે તો પણ અતૃપ્ત જ રહે છે.
મનશુદ્ધિ અધિકાર : ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org