________________
મનઃશુદ્ધિ પ્રસ્તુતિ
છે
,
ક
છે
मनः एवं मनुष्याणां कारणं बंध मोक्षयोः હે માનવ ! આ તારું મન જ તારો મિત્ર અને શત્રુ
આ મન તારી મુક્તિનું કારણ અને મન જ સંસારનું કારણ છે. વળી આ વિચારશક્તિ સહિતનું, સદ્વિવેક સુધી સાથ આપનારું અદૂભૂત મનરૂપી સાધન મળ્યું હોય તો તે માનવને મળ્યું છે. પણ જેમ રોગીને મળશુદ્ધિ વગર બહુમૂલ્ય ઔષધ રોગનિવારણ કરી શકતું નથી, તેમ દોષશુદ્ધિ વગર મન માનવને ભવમુક્ત કરવામાં સહાય કરી શકતું નથી.
આ મન મર્કટ, અશ્વ, પવન જેવાનાં લક્ષણોની ઉપમા પામેલું છે. અર્થાત્ પળે પળે કરવટ બદલતા આ મનને શુદ્ધ કરવું કે એકાગ્ર કરવું દુર્લભ છે. જ્ઞાનીઓ તેને આત્મજ્ઞાનવડે બાંધી શક્યા છે. ઈદ્રિયાદિ વિષયોમાં ભમતું મન, પ્રમાદ સેવીને ધર્મથી દૂર ભાગતું મન, કષાયથી રંજિત થયેલું મન આત્મજ્ઞાને કરીને જ વશમાં આવે તેવું છે.
સાધક ! વાસ્તવમાં આ મન તારું છે કે પરાયું છે ? તારું છે તો તારા વશમાં કેમ નથી ? સવારે ઊઠીને તું સંકલ્પ કરે છે કે આજ તો ગુસ્સે નહિ થાઉં, વ્યસનને આધીન નહિ બનું. દેવાદિ દર્શને જઈશ, સાંજ પડે આ કશું તું પાળી શક્યો ન હોય તો મન તારું છે કે નહિ ? અને જો મન પરાયું છે, તો તારે એની આટલી બધી પળોજણ શા માટે કરવી પડે છે ? તેની સર્વ વાસના પૂરી કરીને તું શા માટે અધોગતિ પામે છે ?
આવા મનને શાલિભદ્રએ વૈરાગ્યના બળ વડે વિષય સુખોની જાળમાંથી પાછું ખેંચી લીધું. સુબાહુકુમારે પ્રભુના વચનબોધથી વૈરાગ્ય પામી સંસારથી મનને મુક્ત કરી લીધું. અતિકામાતુર એવા ભવદેવે સુશ્રાવિકા એવી પત્નીના બોધ વડે મનને પુનઃ સંયમમાં સ્થાપી દીધું. એ મહાત્માઓ ક્રમે કરીને મુક્તિ સાધનારા થયા.
૧૬૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org