________________
મેધા – શાસ્ત્રના સૂક્ષ્મ અર્થબોધને ગ્રહણ કરે, તે મેધા વડે વ્રતાદિના પાલન કરે, તે પ્રવૃત્તિયોગની સફળતા છે.
વળી ચિત્તની સ્વસ્થતા, નિરતિચાર વ્રતાદિનું પાલન તે સ્થિર યોગની સફળતા છે.
પૂર્વાપર ગુણોનું નિત્ય સ્મરણ, જાગૃતિ, જેથી મોક્ષ પામવામાં સફળતા મળે છે તે સિદ્ધિયોગ.
આ પ્રમાણે દેશવિરતિ અને સર્વવિરતિવાળાને પોતાની પાત્રતા પ્રમાણે સફળતા જાણવી. પરિણામની તરતમતા છતાં દોષનો અભાવ કહે છે. [૨૦૦] ગુડબ્લસિનાધુર્ય - મેવભુષાન્તરે !
भेदेऽपीच्छादिभावानां दोषो नार्थान्वयादिह ॥ ३६ ॥ મૂલાર્થઃ ગોળ ખાંડ વગેરેના મધુરતાના ભેદની જેમ આ યોગને વિષે ઈચ્છાદિક ભાવોના જુદા જુદા પુરુષોમાં ભેદ છતાં પણ તે ઈચ્છાદિક પદાર્થોના અન્વય (સંબંધ) ભૂત હોવાથી તેમાં દોષ નથી.
ભાવાર્થ : ગોળ, ખાંડના વિવિધ પ્રકાર છતાં તે રસને મધુર કહેવાય છે. તરતમતા છતાં દોષ નથી. તેને કડવું કહેવાતું નથી. તેમ ધર્મના પરિણામમાં અન્યોન્ય ભેદ હોવા છતાં તે સર્વમાં ઈચ્છાદિક ભાવોનો સંબંધ હોવાથી દોષ નથી.
અર્થાતુ કોઈમાં શ્રદ્ધા, કોઈમાં પ્રીતિ, અનુકંપા, આદિની તરતમતા હોય તો પણ તે સર્વ ઈચ્છાદિક ભાવવાળા માનવા. [39] રેષાં નેઝાન્તિશોકપિ, તેષાં ચૈતત્સમ !
स्फुटो महामृषावाद इत्याचार्याः प्रचक्षते ॥ ३७ ॥ મૂલાર્થ : જેઓમાં ઈચ્છાદિક યોગનો લેશ ન હોય, તેઓને આ શાસ્ત્ર આપવામાં પ્રગટ રીતે મૃષાવાદ છે તે આચાર્યો કહે છે.
ભાવાર્થ : દુર્ભાગ્ય વશ દુર્ભવ્યત્વ છે, તેવા જીવો કે જેમને શ્રદ્ધાદિકનો અભાવ હોવાથી ઇચ્છાદિયોગ નથી, તેને આ યોગપ્રતિપાદક ગ્રંથ તથા વ્રતાદિક આપવાથી દુર્લભ બોધિના કારણરૂપ મૃષાવાદ
૧૬૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org