________________
ભાવાર્થ સાધક જીવોના પરિણામની તરતમતાથી ઇચ્છાયોગાદિના ભેદો પડે છે. માર્ગાનુસારી ભવ્ય જીવોને પોતાના મંદ તીવ્ર પરિણામ પ્રમાણે શ્રદ્ધાદિ હોય છે. વળી મંદતા તીવ્રતાના પણ અનેક ભેદ હોય છે. તેથી ક્ષયોપશમ ભાવના પણ અસંખ્ય ભેદો થાય છે, તેથી ઈચ્છાદિ યોગો અસંખ્ય છે. વળી કોઈ ભવ્યાત્માને શ્રદ્ધાયોગ કે કોઈ ભવ્યાત્માને પ્રીતિયોગ હોય છે. અર્થાતુ શ્રદ્ધા અને પ્રીતિમાં અન્ય કંઈ અંતર નથી તેની ફળશ્રુતિ સમાન છે. [૨૬] મનુષ્પો ૨ નિર્વે, સંવેઃ પ્રશસ્તિથી |
___ एतेषामनुभावाः स्यु-रिच्छादीनां यथाक्रमम् ॥ ३४ ॥
મૂલાર્થઃ એ ઇચ્છાદિયોગોના અનુક્રમે અનુકંપા, નિર્વેદ, સંવેગ, પ્રશમ એ અનુભાવો – પ્રભાવે છે.
ભાવાર્થ ઈચ્છાદિયોગના પરિણામથી જીવમાં અન્ય ભાવો-પ્રભાવો ઉત્પન્ન થાય છે, તેના પાંચ ભેદ છે.
દ્રવ્ય – અનુકંપા : દ્રવ્યથી અનુકંપા તે દુઃખી જીવના દુઃખને દૂર કરવો, ભાવ અનુકંપા તે ધર્મરહિત જીવને ધર્મ પમાડવો.
નિર્વેદઃ સાંસારિક પ્રયોજનની નિઃસારતા જોઈ ઉદાસીનતા રહે. સંવેગ : સર્વ ઇચ્છાઓનો ઉપશમ માત્ર મોક્ષાભિલાષ. આસ્તિક્ય : સદેવ, સગુરુ તથા સતધર્મ પ્રત્યે આસ્તિક્તા.
પ્રશમ : અપરાધીને પણ સામર્થ્ય છતાં ક્ષમા કરે. કષાયોનું શમન. [૨૬] યોત્સાતિસૂત્રીનાં, શ્રદ્ધામેધરિમાવતઃ |
ચ્છાવિયો, સાર્ચ, રેશસર્વવ્રતસ્પૃશાનું રૂફ છે. મૂલાર્થ : કાયોત્સર્ગાદિક સૂત્રોની શ્રદ્ધા, મેધાદિક ભાવનાથી દેશવિરતિ અને સર્વ વિરતિવાળાને ઇચ્છાદિકયોગમાં સફળતા જાણવી.
ભાવાર્થ : કાય-શરીર, તેની ક્રિયા શરીર અભિન્ન છે તેથી કાય કહેવાય છે. તે કાયાને વિષે મમત્વનો ત્યાગ, તથા જિનવચનયુક્ત ક્રિયા, સૂત્રોની શ્રદ્ધા, મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમથી જીવને આવા પરિણામ હોય છે, તેવી શ્રદ્ધાને ઈચ્છાયોગની સફળતા જાણવી.
સદનુષ્ઠાન : ૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org