________________
ધર્મોપદેશની કથાનું, ધર્મ સન્મુખ કરનારી કથાનું શ્રવણ પ્રીતિજનક લાગે તે ઇચ્છાયોગ છે.
પ્રવૃત્તિયોગ : સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને, સર્વ કર્તવ્યમાં ઉપશમ નિર્મળતા વડે ગ્રહણ કરે. ગ્રહણ કરેલા વ્રતાદિને વિધિપૂર્વક આચરે તે પ્રવૃત્તિયોગ છે.
[૨૧] સત્લયોપશમોત્કર્ષા दतिचारादिचिन्तया ।
रहितं तु स्थिरं सिद्धिः परेषामर्थसाधकम् ॥ ३२ ॥ મૂલાર્થ : સત્ ક્ષયોપશમના ઉત્કર્ષથી અતિચારાદિકની ચિંતાએ કરીને રહિત સ્થિરયોગ કહેવાય છે. અને બીજાઓના અર્થનું સાધન કરનાર સિદ્ધિયોગ કહેવાય છે.
-
ભાવાર્થ : સ્થિરયોગ : ઉદયમાં આવતા મોહનીયકર્મનો અનુભવ વડે ક્ષય અને સત્તામાં રહેલા, ઉદયમાં નહીં આવેલા મોહનીય કર્મનો નિરોધ કરવો એ ક્ષયોપશમ છે. ક્ષયોપશમ સમક્તિ પહેલા અંતર્મુહૂર્તવાળા પ્રગટેલા ઉપશમ સમકિતથી થયેલા નિર્મળભાવનો અનુભવ છે. આથી ઉદયમાં આવતાં કર્મોનો ક્ષયોપશમ સમક્તિની હાજરીથી, ચોથા ગુણસ્થાનની સ્થિતિ) ઉદયવાળા અનંતાનુબંધી કષાયનો ક્ષય થાય છે. અને નહીં ઉદયમાં આવેલાનો નિરોધ થાય છે. આવા સમક્તિના સામર્થ્ય વડે વ્રતાદિમાં અતિક્રમ, વ્યતિક્રમ, અનાચાર કે અતિચાર દ્વારા ઉલ્લંઘન થતું નથી. એવા નિશ્ચય પરિણામને સ્થિરયોગ કહે છે.
સિદ્ધિયોગ : સમક્તિવંત આત્માનું એક લક્ષણ પ્રભાવક છે. તેથી તે અન્ય પ્રાણીઓને ધર્મમાં આસક્ત કરે છે. શુદ્ધ ધર્મમાં સ્થાપે છે. અર્થાત્ અશુદ્ધ યોગવાળાને પણ પોતાના ઉપશમ જેવા ભાવ ઉત્પન્ન કરે છે, તે સિદ્ધિયોગ છે.
[૨૨૭] મેવા રૂમે વિચિત્રા: સુઃ, ક્ષયોપશમમેવતઃ ।
श्रद्धाप्रीत्यादियोगेन भव्यानां मार्गगामिनाम् ॥ ३३ ॥
મૂલાર્થ : આ ભેદો શ્રદ્ધા, પ્રીતિ વગેરેના યોગ વડે માર્ગાનુસારી ભવ્ય જીવોને ક્ષયોપશમના ભેદથી વિચિત્ર પ્રકારના હોય છે.
Jain Education International
૧૫૮ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org