________________
સંપત્તિની પ્રાપ્તિ, જાણવાની ઇચ્છા, તથા જ્ઞાનવંતની સેવા એ સતુ અનુષ્ઠાનનું લક્ષણ છે.
ભાવાર્થ: શ્રાવક હો કે સાધુ તો તેણે ધર્મમાર્ગને યોગ્ય અણુવ્રત કે મહાવ્રત ગ્રહણ કરવા, તપાદિ પ્રત્યે આદર કરવો, ધર્મકાર્યમાં બાધકતત્ત્વોને દૂર કરવા (સાંસારિક પ્રયોજનો). ધર્મરૂપ ધનની વૃદ્ધિ સધર્મ જાણવાની તીવ્ર જિજ્ઞાસા, જ્ઞાનવંત પ્રત્યે બહુમાન એ સર્વે સત્ અનુષ્ઠાનનાં લક્ષણ છે.
યોગ અનુષ્ઠાનના પ્રકાર [२९४] भेदैभिन्नं भवेदिच्छा - प्रवृत्तिस्थिरसिद्धिभिः ।
ચતુર્વિમિટું મોત - યોગનાથી સંશ્ચિત છે રૂ૦ . મૂલાર્થઃ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એવા પ્રકારે ભેદ પામેલું, તથા જીવ મોક્ષમાં જોડવાથી “યોગ' નામનું અનુષ્ઠાન ચાર પ્રકારનું છે.
ભાવાર્થ યોગ : મોક્ષ માર્ગને જોડતા અંતરંગ પરિણામ તે “યોગ છે તે ચાર ભેદે છે અર્થાત્ સદનુષ્ઠાન યોગસ્વરૂપ છે, કારણ કે તે મોક્ષમાર્ગમાં આત્માનો યોગ કરે છે. મોક્ષ પ્રત્યે રુચિ કરાવે છે.
ઇચ્છા : શાસ્ત્રાર્થને જાણવાની ઇચ્છા. સ્થિરતા : શાસ્ત્રોક્ત પદ્ધતિથી વ્રતાદિમાં નિરતિચાર પ્રવૃત્ત થવું. પ્રવૃત્તિ : વ્રતાદિને દર્શાવતા અર્થવાળા શાસ્ત્રોનું અધ્યયન સિદ્ધિ : અન્યને ધર્મમાર્ગમાં પ્રવૃત્ત કરવાની શક્તિ.
આવા ભેદથી યોગ અનુષ્ઠાન આત્માને મોક્ષને વિષે જોડે છે. [२९५] इच्छा तत्कथा प्रीति - युक्ता, ऽविपरिणामिनी ।
__ प्रवृत्तिः पालनं सम्यक्, सर्वोपशमान्वितम् ॥ ३१ ॥ મૂલાર્થઃ જેને યોગસ્વરૂપના દર્શનવાળી કથા, વિપરિણામ રહિત અને પ્રીતિયુક્ત હોય, તે ઇચ્છાયોગ કહેવાય છે. તથા સર્વ ઉપશમ વડે યુક્ત સમ્યવ્રતાદિનું પાલન કરવું તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. યોગની વિશેષતા દર્શાવે છે.
ભાવાર્થ ઇચ્છાયોગની વિશેષતા એ છે કે જે પુરુષને યોગસ્વરૂપ
સદનુષ્ઠાન : ૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org