________________
તે પહેલાંના કાળમાં અસક્રિયાનો આદર હોય છે. આ તેનું અંતર
ભાવાર્થ : સંસારસુખના મનોરથો સેવતા જીવનું હજી દીર્ઘકાળ સુધી પરિભ્રમણ છે તેથી તે બાલ્યાવસ્થામાં છે. તેથી તેની ક્રિયાઓ અસત્ આચરણયુક્ત હોય છે. જેનો સંસારકાળ ક્ષીણ થતો જાય છે. તેવો મનુષ્યધર્મ માર્ગમાં યુવાન છે. તેની ક્રિયાઓ સતને અનુરૂપ હોય છે. અર્થાત્ તે જીવને સક્રિયામાં આદર હોય છે. [૨૩] મોરવા ચૂનો, વાની કવિતા હિરો |
ઘર્મે ચૂસ્તથા ઘર્મરાળસાયિા ક્રિયે ! ૧૧ / મૂલાર્થ જેમ યુવાન પુરુષને ભોગના રાગને લીધે બાલ્યાવસ્થાની સર્વ ક્રિીડા લજ્જાકારક થાય છે, તેમ ધર્મને વિષે યુવાવસ્થાને પામેલા પુરુષને ધર્મ પરના રાગે કરીને સમગ્ર અસત્ ક્રિયા લજ્જાકારક થાય છે.
ભાવાર્થ યુવાવસ્થાને વિષે પ્રાપ્ત પુરુષને કોઈ બાલ્યાવસ્થાને યોગ્ય માટીનાં રમકડાં, કે લાકડાના ઢીંગલા આપે અને વરવહુની રમત રમાડે તો તે તેને તુચ્છ અને હાસ્યાસ્પદ લાગે છે. તે પ્રમાણે જેણે ધર્મમાર્ગમાં પ્રવેશ કર્યો છે, જેનામાં ધર્મભાવના જાગી છે, તેવી ધાર્મિક યુવાવસ્થામાં તેને જિનેશ્વર માર્ગથી વિરુદ્ધ કોઈ અસત્ કે અવિધિએ કરાતી ક્રિયા લજ્જામાં અને તુચ્છ લાગે છે. તેવી અસત્ ક્રિયાઓને કરી શકતો નથી. [२८४] चतुर्थं चरमावर्ते तस्माद्धर्मानुरागतः ।
__ अनुष्ठानं विनिर्दिष्टं बीजादिक्रमसङ्गतम् ॥ २० ॥ મૂલાર્થ : તેથી કરીને ચરમાવર્તને વિષે ધર્મના અનુરાગને લીધે બીજાદિકના ક્રમે કરીને યુક્ત એવું ચોથું અનુષ્ઠાન છે.
ભાવાર્થ: સત્ ક્રિયાના આદરવાળા તહેતુ અનુષ્ઠાનની પાત્રતા પણ ચરમાવર્તવાળા ધાર્મિક યુવાનની કહી છે. તહેતુ અનુષ્ઠાનમાં ધર્મના બીજનું આરોપણ થાય છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી પ્રણિત ધર્મનું શરણ, સુકૃતની અનુમોદના, અને પોતાના
સદનુષ્ઠાન : ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org