________________
થાય છે. (તેથી તીર્થનું રક્ષણ કેવી રીતે થયું કહેવાય ?).
ભાવાર્થ : શુદ્ધ ક્રિયા કે શુદ્ધ નયનો આગ્રહ રાખવાથી કોઈ અનુષ્ઠાન થઈ ન શકે, તેમ કલ્પના કરીને અશુદ્ધ ક્રિયાનો આદર કરવો તે તદ્દન અયુક્ત છે, કારણ કે જો તેમ માનીને કોઈ અશુદ્ધ ક્રિયા કે સૂત્રપાઠ કરે તો તેને જોઈને બીજાઓ કરે તો પછી અશુદ્ધ ક્રિયાદિની જ પ્રસિદ્ધિ થાય, અને તેમ થવાથી અશુદ્ધના આદરમાં અને તેવી ક્રિયા દ્વારા તીર્થોચ્છેદ થવાની સંભાવના ઊભી થશે. અર્થાત્ એકને કુમાર્ગે જતો જોઈને બીજા પણ તેમ કરવા તત્પર થશે. માટે ભલે થોડી ક્રિયા સચવાય પણ શુદ્ધનો આદર કરવો. [૨૭] ઘધન એ વૃાં વાવ રે * તવા મિથ્યાદૃશાં ઘર્મો જ ત્યાઃ લાયન / ૧૪ .
મૂલાર્થઃ ધર્મમાં ઉદ્યમવંત પુરુષે જે કાર્ય ઘણાએ કર્યું હોય તે જ કરવું એમ જો કહેતા હોય તો પછી મિથ્યાષ્ટિઓથી કરાતો ધર્મ કદાપિ ત્યાજ્ય નહીં જ થાય.
ભાવાર્થ ઘણા લોકો જે ધર્મ માને છે તે શુદ્ધ હોવો જોઈએ તેમ કોઈ ધર્માવલંબી માને તો તે પણ યથાર્થ નથી. વાસ્તવમાં જૈન તત્ત્વમાર્ગીની સંખ્યા ઓછી હોય, અને અન્ય દર્શનીઓની સંખ્યા વધુ હોય તો તેને જ ધર્મ માનવો પડે એમ કહેવું તે મિથ્યાદર્શન છે. ધર્મ ગ્રહણ કરવા માટે જિનેશ્વર પ્રણિત માર્ગને જ આચરવો, ભલે તત્ત્વજિજ્ઞાસુની સંખ્યા ઓછી હોય. [૭૧] તસ્માદિતાનુ ત્યા ચયિતે સૂત્રર્વતમ્ |
___ ओघतो लोकतो वा, तदननुष्ठानमेव हि ॥ १५ ॥ મૂલાર્થ : તેથી કરીને ગતાનુગતિક વડે સૂત્રરહિત જે ક્રિયા ઓઘસંજ્ઞા કે લોકસંજ્ઞા વડે કરવામાં આવે છે તે અનનુષ્ઠાન જ કહેવાય.
ભાવાર્થ: વાસ્તવમાં સાર એ છે કે સૂત્રોક્ત – શાસ્ત્રકથિત આચારરહિત જે ગતાનુગતિક કે અણસમજવાળા અનુષ્ઠાન અનનુષ્ઠાન
સદનુષ્ઠાન : ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org