________________
સુખભોગની આકાંક્ષાના દોષથી તે ચિત્તની શુદ્ધતાને હણે છે. તેથી તે ત્યાજ્ય છે.
ગરલ અનુષ્ઠાન [२६९] दिव्यभोगाभिलाषेण कालान्तरपरिक्षयात् ।
સ્વીટ્ટરપકસમૂર્ત - અનુષ્ઠાનમુતે | મૂલાર્થઃ દિવ્યભોગની અભિલાષાએ કરીને પોતાના પુણ્યકર્મના ફળની સંપૂર્ણતાનો કાળાંતરે ક્ષય થવાથી એવી ઇચ્છાવાળું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન કહેવાય છે.
ભાવાર્થ : પોતાના અનુષ્ઠાનથી જે પુણ્યકર્મ થયું તેના ફળસ્વરૂપે દિવ્ય સુખ ભોગોની પ્રાપ્તિની ઈચ્છા કરવી તે ભવાંતરે પુણ્યક્ષય થવાથી દુઃખ આપે છે તેથી તે ગરલ અનુષ્ઠાન છે. જે પુણ્યથી પાપની વૃદ્ધિ થાય તેવું અનુષ્ઠાન ગરલ અનુષ્ઠાન છે. [૭૦] યથા સુકવ્યસંયોગ – વનિત રસજ્ઞતમ !
विष कालान्तरे हन्ति, तथेदमपि तत्वतः ॥ ६ ॥ મૂલાર્થ : જેમ કુદ્રવ્યના યોગથી ઉત્પન્ન કરેલું ગર નામનું વિષ કાળાંતરે હણે છે. તેમ આ ગરાનુષ્ઠાન પરમાર્થપણે જોતાં કાળાંતરે આત્માને જ હણે છે.
ભાવાર્થ જેમ કોઈ ઔષધાદિ પદાર્થમાં હાનિકારક દ્રવ્ય ભેળવીને તેને ગ્રહણ કરવામાં આવે તો તે કાળાંતરે જીવને હણે છે, તેમ આ ગર-વિષ અનુષ્ઠાન કાળાંતરે પરમાર્થરહિત અને નિદાન સહિત હોવાથી ચિત્તશુદ્ધિને હણે છે. જે પરિભ્રમણનું કારણ છે માટે ત્યાજ્ય
છે.
[૭૦] નિષેધયાનવ વિચિત્રાનર્થાધિનીઃ |
सर्वत्रैवानिदानत्वं जिनेन्द्रैः प्रतिपादितम् ॥ ७ ॥ મૂલાર્થ : વિચિત્ર પ્રકારના અનર્થને આપનારા આ બે અનુષ્ઠાનના નિષેધને માટે જિનેશ્વરોએ સર્વત્ર નિદાનનો નિષેધ કર્યો છે.
ભાવાર્થ : વિષ અને ગરલ અનુષ્ઠાન મૂળથી જ અનર્થકારી. છે. આત્માના ગુણોને ઘાત કરનારા, દુર્ગતિમાં લઈ જનારા હોવાથી
૧૪૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org