________________
અનુષ્ઠાન કરે પણ તેમાં આત્મકલ્યાણ છે કે નહિ તેનો બોધ ન
હોય.
૪. તહેતુ અનુષ્ઠાન : મોક્ષની અપિલાષાથી કરાતું અનુષ્ઠાન.
૫. અમૃતાનુષ્ઠાનઃ અમૃતની જેમ જ મરણાદિ રોગનો નાશ કરનાર છે. શાસ્ત્રવિધિને અનુસરતું, શુદ્ધ ઉપયોગ અને અત્યંત પ્રેમપૂર્વક જે મુમુક્ષુઓ કરે છે તે.
આ પ્રમાણે ગુરુસેવા, ભક્તિ, દેવવંદન, પડાવશ્યક તથા દાનાદિક ક્રિયાઓ માત્ર મોક્ષાર્થે થાય, તેમ કર્તાના આશયભેદથી અનુષ્ઠાન પાંચ પ્રકારે છે.
વિષનુષ્ઠાનની વિશેષ વિચારણા રિઘ૭બાહારોપશિપૂર્ણિામૃત્યાશંસા કૃત I
શીધ્ર સહિતૃત્વ-વિષાનુષ્ઠાનમુક્તિ | ૩ | મૂલાર્થ આહાર, ઉપાધિ, પૂજા, ગૌરવતા, અને ઋદ્ધિ વગેરેની ઈચ્છાથી કરેલું અનુષ્ઠાન તે તો તત્કાળ શુભ ચિત્તને હણનાર હોવાથી વિષાનુષ્ઠાન કહેવાય છે.
ભાવાર્થ : સાંસારિક સુખની અભિલાષાથી કે આ લોકમાં પણ ધનાદિ આહાર, વસ્ત્ર પાત્ર મળવાની ઇચ્છાથી કરેલું અનુષ્ઠાન તે તો તે જ સમયે અશુભ આશયના કારણે તત્કાળ ચિત્તની શુદ્ધતાને હણનારું થાય છે. માટે આત્માર્થીએ એવા આશયથી અનુષ્ઠાન કરવું
[રદg] સ્થાવર મિં વાપ, તત્સમાં પક્ષિત વિષમ્ |
___ यथा हन्ति तथेदं सचित्तमैहिकभोगतः ॥ ४ ॥
મૂલાર્થ : જેમ સ્થાવર કે જંગમ વિષનું ભક્ષણ કર્યું હોય તો તે તત્કાળ ખાનારને હણે છે. તે જ પ્રમાણે આ લોકનો ભોગ કરવાથી તે અનુષ્ઠાન શુભ ચિત્તને હણે છે.
ભાવાર્થ : અફીણ, સોમલ આદિ સ્થાવર વિષ અને સર્પાદિકના મુખેથી નીકળતું તત્કાળ વિષ તે જંગમ, તેવા વિષને ગ્રહણ કરવાથી તત્કાળ મરણ થાય છે. તે પ્રમાણે આ અનુષ્ઠાન દ્વારા આ જન્મમાં
સદનુષ્ઠાન : ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org