________________
પ્રબંધ ૩જો
સદનુષ્ઠાન
[૨૬] પરિશુદ્ધમનુદાન નાયતે સમતાન્વયાત્ । कतकक्षोदसङ्क्रान्तेः कलुषं सलिलं यथा ॥ १ ॥ મૂલાર્થ : જેમ કતકફળનું ચૂર્ણ નાખવાથી મલિન પાણી નિર્મળ થાય છે તેમ સમતાના યોગથી અનુષ્ઠાન પણ પરિશુદ્ધ થાય છે. ભાવાર્થ : તફળના ચૂર્ણમાં એવું લક્ષણ છે કે તે મલિન પાણીમાં નાખવાથી પાણીને શુદ્ધ કરે છે, તેમ વ્રત, તપાદિ કોઈ પણ નાનામોટા અનુષ્ઠાન સમતાયોગથી થયા હોય તો જીવને લાગેલી રાગાદિની મલિનતા દૂર થાય છે. આ સમતા એટલે ચિત્તની સ્થિરતા અને નિર્મળતા છે.
[૨૬૬] વિષે રોઇનનુષ્ઠાન તદ્વેતુમૃત પરમ્ |
गुरुसेवाद्यनुष्ठान
મિતિ પવિધ નમુઃ ॥ ૨ || મૂલાર્થ : વિષ, ગર, અનનુષ્ઠાન, તદ્દહેતુ તથા ઉત્કૃષ્ટ અમૃત એ પ્રમાણે ગુરુસેવા વગેરે અનુષ્ઠાન પાંચ પ્રકારનું છે.
ભાવાર્થ : સમતાયોગયુક્ત અનુષ્ઠાન પહેલાની ભૂમિકાની કેટલીક તરતમતા દર્શાવે છે. અનુષ્ઠાન તો શુભ જ હોય, પરંતુ સાધકના પરિણામ ભેદે તેના ભેદ પડે છે.
-
અધિકાર ૧૦મો
૧. વિષ અનુષ્ઠાન ફળની ઇચ્છાયુક્ત હોવાથી ધર્મરૂપ પ્રાણનો તત્કાળ નાશ કરનાર વિષ સમાન છે. અર્થાત્ ધર્મક્રિયાનો જાણે સોદો કરવાનો હોય તેમ વળતરની ઇચ્છાવાળી ક્રિયા વિષ સમાન
છે.
૨. ગર (ગરલ) અનુષ્ઠાન : ગ૨ એક પ્રકારનું વિષ છે. દુષ્ટ નિમિત્તાદિથી થયેલું અનુષ્ઠાન કાળાંતરે થોડા સમય પછી અર્થાત્ નિમિત્તના પરિણામે ધર્મરૂપ પ્રાણનો નાશ કરે છે.
Jain Education International
૩. અનનુષ્ઠાન : જે કરવાથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ ન થાય, એવી ઓથ સંજ્ઞા વડે, (સમજ વગર) કરાયેલું અનુષ્ઠાન છે.
૧૪૬ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org