________________
જ સદનુષ્ઠાન પ્રસ્તુતિ
જીવ યોગાનુયોગ જે ધર્મમતમાં જન્મ પામ્યો હોય તે પ્રમાણે તેનામાં સંસ્કાર હોય છે, અને તે સંસ્કાર પ્રમાણે કોઈ ને કોઈ કિયા કરતો હોય છે. આ અધિકારમાં ગ્રંથકાર જે અનુષ્ઠાનનો બોધ આપે છે તે ક્રિયાથી આગળની ભૂમિકા છે, એટલે કહે છે કે સમતા સ્વરૂપ આત્માનું અનુષ્ઠાન શુદ્ધ હોય છે, જે મુક્તિનું કારણ બને છે.
મમતાનો પરાજય કરી જે સમતાના સુરાજ્યમાં આવે છે તે સાધકના અનુષ્ઠાન સ્વતઃ શુદ્ધરૂપે પરિણમે છે. વાસ્તવમાં અનુષ્ઠાન તો શુદ્ધ છે, પરંતુ જીવની પાત્રતા અનુસાર ગ્રંથકારે તેના પાંચ ભેદ દર્શાવ્યા છે. પ્રથમના ત્રણ હિતકારક નથી, પરંતુ સાધક જ્યારે શુદ્ધના લક્ષ્યથી ધ્યેયપૂર્વક જે કંઈ આરાધન-અનુષ્ઠાન કરે છે, તે તેને અમૃતરૂપે પરિણમે છે. અને સાધક આખરે અમૃતાનુષ્ઠાનની શુદ્ધ ક્રિયામાં, અંતરંગ શુદ્ધિ સાધતો સમીપ મુક્તિગામી બને છે.
આ અનુષ્ઠાનમાં મુખ્યત્વે જિનાજ્ઞા અને ગુરુસેવારૂપે ગુરુકૃપા છે. જિનાજ્ઞાનો અર્થ એ છે કે અસત્ ક્રિયાનો ત્યાગ અને સત્ ક્રિયાનો આદર, આશ્રવનો ત્યાગ અને સંવરનું આરાધન.
ગુરુસેવાનો અર્થ એ છે. ગુરુનો અત્યંત આદર અને વિનય કરવો. તેમના વચનમાં અપૂર્વ શ્રદ્ધા રાખવી. તેમના ઉપદેશથી શુદ્ધ સમ્યક્તાદિની પ્રાપ્તિ થાય તે અમૃતાનુષ્ઠાનનું પરિણામ છે.
ભવ્યાત્માઓ ગતાનગતિક ઓઘસંજ્ઞા વડે કે આલોક-પરલોકના ઐહિક સુખની આકાંક્ષા વગર કેવળ સંવેગ ભાવથી, વૈરાગ્ય સહિત જે શુદ્ધ ક્રિયા, અને આચરણ કરે છે, તે મુક્તિને આરાધે છે.
સદનુષ્ઠાન : ૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org