________________
હોય, તે ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ વાંછિત ફળને દેનારી થતી નથી.
ભાવાર્થ : જેમ રેતાળ કે પથરાળ જેવી જમીનમાં વાવેલું બી પણ ભૂમિના કઠણપણાથી નાશ પામે છે, તેમ આત્મ-અવલંબનરહિત ઉપયોગની વિષમતાથી કરેલા વ્રત, તપ આદિ અનુષ્ઠાન નાશ પામે છે. મોક્ષમાર્ગને સાધ્ય કરનારી એક માત્ર શુધ્ધ ઉપયોગમય સમતા જ અનુષ્ઠાન છે. અથવા તે પ્રથમના સર્વ અનુષ્ઠાન સમતાના અભ્યાસ માટે છે. પરંતુ મોક્ષમાર્ગને સિદ્ધ કરતા નથી. [૬૨] ઉપાયઃ સમતવા, મુવત્તેરન્યઃ યિામર્ ।
તત્તત્પુરુષમેવેન, તસ્યા વ પ્રસિદ્ધયે ॥ ૨૭ ॥ મૂલાર્થ ઃ મુક્તિનો ઉપાય માત્ર સમતા છે, અને તે સિવાયનો બીજો ક્રિયાસમૂહ તે તે પુરુષના ભેદે કરીને તે સમતાની જ સિદ્ધિ માટે છે.
ભાવાર્થ : મુક્તિનો મૂળ ઉપાય શુદ્ધ સ્વરૂપમય સમતા છે. છતાં સાધક અવસ્થાની તરતમતાને કારણે સંયમાદિક ક્રિયામાં ભેદ દેખાય છે. પરંતુ પરિણામની વિશેષતા વડે તે સર્વ ક્રિયા પ્રયોજન સમતાની સિદ્ધિ માટે છે.
[૨૬] વિઠ્ઠાત્રવર્શને શાસ્ત્ર-વ્યાપારઃ સ્વાત્ર પૂરૉઃ ।
अस्याः स्वानुभवः पारं सामर्थ्याख्योऽवगाहते ॥ २८ ॥ મૂલાર્થ : શાસ્ત્રનો વ્યાપાર માત્ર દિગ્દર્શન માટે જ છે, તેથી દૂર જતો નથી તેથી સામર્થ્ય નામનો આત્માનો અનુભવ જ આ સમતાના સુખને પામે છે.
ભાવાર્થ : શાસ્ત્રજ્ઞાન ગમે તેટલું મૂલ્યવાન હોય તોપણ તે સ્વરૂપને માટે દિશાસૂચન કરી શકે, પરંતુ સાક્ષાત્ સાધ્યની સિદ્ધિ કરી ન શકે. કારણ કે શાસ્ત્રજ્ઞાન અરૂપી એવા આત્મસ્વરૂપના અનુભવ સુધી જઈ ન શકે. વળી રાગાદિરહિત શુદ્ધ ઉપયોગરૂપ સમતામાંથી પ્રગટ થતો સામર્થ્ય યોગ છેક કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. આથી સમતાનું પ્રાધાન્ય છે. શાસ્ત્રજ્ઞાન અંગુલિનિર્દેશ કરે છે, આત્મજ્ઞાન વડે જ સાધ્ય સિદ્ધ થાય છે.
સમતા સ્વીકાર : ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org