________________
[૨૨] જ્ઞાનસ્ય તમેથૈવ, નયસ્થાનાવતારિખ |
चन्दनं वह्निनेव स्यात्, कुग्रहेण तु भस्म तत् ॥ २४ ॥
મૂલાર્થ : નયોને તેના સ્થાનમાં સ્થાપન કરનાર જ્ઞાનનું ફળ પણ સમતા છે. પરંતુ તે જ્ઞાન અગ્નિ વડે ચંદનની જેમ કદાગ્રહ વડે ભસ્મીભૂત થઈ જાય છે.
ભાવાર્થ : નિરાકુળતા જેનું સ્વરૂપ છે એવા સમતાધારી વક્તા નૈગમાદિક નયોને પોતપોતાના સ્થાને નિરૂપણ કરે છે, પણ કોઈ નયનો આગ્રહી થઈ એકાંતનું નિરૂપણ કરતો નથી. આથી વસ્તુસ્વરૂપને અને મોક્ષમાર્ગની આરાધનાને માટે તેનું નયાદિનું જ્ઞાન સાર્થક છે. જો એવી સમતા ન હોય તો નયનું જ્ઞાન એકાંતે ગ્રહણ કરીને ચંદન જેમ અગ્નિથી નાશ પામે છે તેમ તેનું જ્ઞાન નાશ પામે છે. માટે સમતાયુક્ત વક્તા જ નયનું યથાર્થ નિરૂપણ કરે છે. [૬૦] ચારિત્રપુરુષપ્રાળા:, સમતાબા ગતા વિ । जनानुधावनावेश- स्तदा तन्मरणोत्सवः ॥ २५ ॥
મૂલાર્થ : જો ચારિત્રરૂપી પુરુષના સમતારૂપી પ્રાણ ચાલ્યા જાય તો માણસોનો તેને વંદના કરવા માટે દોડી આવવાનો આવેશ તેના મરણના ઉત્સવરૂપ છે.
ભાવાર્થ : અહો ! સમતાહીન ચારિત્ર કેવું દુઃખદાયક કહ્યું છે. ભલે તેને દેશવિરતિ કે સર્વવિરતિનો વ્યવહાર સ્વીકાર્યો હોય, પણ જો તેને નિરાકુળતાયુક્ત સમતાનું વિસ્મરણ થયું હશે, તો કદાચ તેના બાહ્યાચારથી ભોળા ભક્ત જનો તેને વંદનાદિક કરવા ઊમટે, ત્યારે વિવેકી પુરુષ જાણે છે કે આ તો મરણોત્તર ક્રિયા થઈ રહી છે. અર્થાત્ સમતારહિત સંયમીનું જીવન પણ ભાવમરણરૂપ છે. આમ વિચારી યોગીજનો સમતાને જ આરાધે છે.
[ર૬૭] સત્ત્વ સમતામેળાં, સ્વાઘષ્ટમનુષ્ઠિતમ્ । તવીપ્સિતાં નૈવ, વીખમુમિવોરે ॥ ૨૬ ॥ મૂલાર્થ : એક સમતાને ત્યજીને જે જે કષ્ટકારી ક્રિયાઓ કરી
Jain Education International
૧૪૨ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org