________________
મૂલાર્થ : નમસ્કાર અને સ્તુતિ વગેરેની ઇચ્છારૂપી બાણ તીવ્ર અને આત્માના મર્મસ્થાનને ભેદનારું છે, તે પણ સમતારૂપી બખ્તરથી રક્ષણ કરાયેલાને પીડાકારી થતું નથી.
ભાવાર્થ : ત્યાગમાર્ગે જતા મહાત્માઓને મોહની પ્રબળતા થઈ આવે તો તેમને નમસ્કાર, પૂજા, સત્કાર, પ્રશંસા વગેરે ઇચ્છાઓનો ત્યાગ કરવો દુઃસહ થાય છે, છતાં જે યોગીજનોએ સમતારૂપી બખ્તર પહેર્યું છે તેમને તો એવી ઇચ્છાઓ થતી નથી. તેઓ બાહ્ય પ્રલોભનોથી ભેદાતા નથી કે ક્ષોભ પામતા નથી.
[૨૭] વિતાષિ ઋર્માળ, નન્મનાં રિઝોટિમિઃ ।
તમાન્સીવ પ્રમા માનો, ક્ષિળોતિ સમતા ક્ષાત્ ॥ ૨૨ || મૂલાર્થ : જેમ સૂર્યની પ્રભા અંધકારનો નાશ કરે છે, તેમ કોટિકોટિ જન્મો વડે બાંધેલાં કર્મોનો પણ સમતા એક ક્ષણ માત્રમાં નાશ કરે છે.
ભાવાર્થ :અનાદિકાળનાં ગ્રહણ થયેલાં દુ:ખદાયક થાતી કર્મો પણ જેમ સૂર્યના કિરણથી અંધકાર નાશ પામે તેમ સમતા વડે ક્ષણમાત્રમાં નાશ થાય છે. એ સમતા આત્માનું સ્વાભાવિક સામર્થ્ય છે.
[૨૧] અતિ વિસિદ્ધાના माधारः समतैव हि । रत्नत्रयफलप्राप्ते यया स्याद् भावजैनता ॥ २३
મૂલાર્થ : અન્ય લિંગાદિકે કરીને સિદ્ધ થયેલા જીવોને એક સમતા જ આધાર અવલંબન છે, કે જે સમતા વડે ત્રણ રત્નના ફળની પ્રાપ્તિ થવાથી ભાવ જૈનપણું ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ : સમતારૂપ શુદ્ઘ ઉપયોગ એ જૈનત્વ છે. જન્મે ભલે જૈનપણું પામ્યો ન હોય, પણ જેમણે સમતા અર્થાત્ અભેદપણે રત્નત્રયને સિદ્ધ કર્યા છે તે ભાવજૈનત્વ પામીને સિદ્ધ થયા છે. સમતારૂપ શુદ્ધ આત્મસ્વરૂપ લિંગ અને જાતિથી અભેદ છે. અર્થાત્ ત્યાં જાતિ વેશ બાધક નથી ત્યાં સમતા રૂપ આત્મા જ એક અવલંબન છે. માટે એકાંત કદાગ્રહનો ત્યાગ કરી સમતાને જ ધારણ કરવી.
Jain Education International
-
-
સમતા સ્વીકાર : ૧૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org