________________
દિવ્ય અંજનની શલાકા જેવી દોષનો અજ્ઞાનનો નાશ કરનારી
છે.
–
ભાવાર્થ : મોહના આવરણથી જેની દૃષ્ટિમાં અંધકાર વ્યાપી ગયો છે, તે જીવો આત્માના આનંદ સ્વરૂપને જાણી શકતા નથી, તેઓ માટે સમતા એ નેત્રરોગહારી ઔષધનું કામ કરે છે અર્થાત્ સમતાથી મોહનો અંધકાર નાશ પામે છે.
[૨૪] ક્ષળ ચૈતઃ સમાવૃષ્ય, સમતા ચઢિ સેવતે ।
स्यात्तदा सुखमन्यस्य, यद्वक्तुं नैव पार्यते ॥ १९ ॥ મૂલાર્થ : જો એક ક્ષણ વાર પણ ચિત્તનું આકર્ષણ કરીને સમગ્ર સમતાનું સેવન કરાય તો તેથી એવું સુખ થાય છે કે જાણે બીજાને કહી શકાય નહીં.
ભાવાર્થ : આ સમતાના સ્વરૂપનું શું વર્ણન કરવું ? હા, પણ તેનું સુખ માણવા માટે વિષયોને વિષે દોડતા ચિત્તને શાંત કરવું પડે. અરે, એક ક્ષણ માટે જો ચિત્તની સમગ્ર શક્તિ સમતા પ્રત્યે વહે, ત્યારે જીવ જે સુખનો અનુભવ કરે છે તે વર્ણનાતીત છે. (ઉપશમ સમક્તિ) સમયનો શુદ્ધ પરિણામમાં સમતાનાં દર્શન થાય છે.
[૨૬] ઝુમારી ન થયા વેત્તિ, સુવું યિતમોનમ્ ।
न जानाति तथा लोको, योगिनां समतासुखम् ॥ २० ॥ મૂલાર્થ : જેમ કુમારી કન્યા પતિના ભોગથી ઉત્પન્ન થતું સુખ જાણતી નથી તેમ જ લોકો યોગીજનોના સમતાના સુખને જાણતા નથી.
ભાવાર્થ : જેમ કુંવારી કન્યા પતિના ભોગથી મળતું સુખ જાણી શકતી નથી તેમ યોગીજનોના સમતાના સુખને સંસારી જીવો જાણી શકતાં નથી તેથી વિષયોની વિષમતામાં ભમે છે, અને દુઃખને પામે છે.
[૨૬] ગતિસ્તુત્યાવિશંસા-શરસ્તીવ્ર સ્વમમિત્ । સમતાવર્ધનુપ્તાનાં, નાતિવૃત્ત્તોઽષિ ખાવતે ॥ ૨૧ ||
Jain Education International
૧૪૦ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org