________________
સંસારરૂપી અરણ્યમાં વનાગ્નિ હોય ! તેવા વનાગ્નિને અમૃતમય સમતા જ શાંત કરે છે. એ સમતા જીવોના આનંદ માટે થાય
[२५१] आश्रित्य समतामेकां निर्वृता भरतादयः ।
ર દિ મનુષ્ઠાન-મૂતેષાં પુ વિગ્યન ૦૬ . મૂલાઈ એક સમતાનો જ આશ્રય કરીને ભરત ચક્રી વગેરે મોક્ષ પામ્યા છે, તેઓને કંઈ પણ કષ્ટકારી અનુષ્ઠાન હતું નહીં. અર્થાત્ તેઓએ કંઈ પણ કષ્ટકારી ક્રિયા કરી ન હતી.
ભાવાર્થઃ કરૂણાશીલ એવા જ્ઞાનીજનોએ દુર્ઘટ એવા મોક્ષના માર્ગમાં કેવી સરળતાનું દર્શન કરાવ્યું? ન પગને કષ્ટ આપીને તીર્થાટન કરવું, ન તપ કરીને દેહનું દમન કરવું, ન વનવગડે જઈને કષ્ટ સહન કરવાં, એક અનન્ય સમતાને ધારણ કરવાથી ભવસાગર તરી જવાય છે; મરૂદેવામાતા, ભરતાદિ એવા કષ્ટ વગર કેવળ સમતાના યોગે કરી વૈરાગ્ય પામી સંસારીથી મુક્ત થઈ ગયા. [२५२] अर्गला नरकद्वारे मोक्षमार्गस्य दीपिका ।
समता गुणरत्नानां सङ्ग्रहे रोहणावनिः ॥ १७ ॥ મૂલાર્થ નરકના દ્વારને વિષે અર્ગલા સમાન મોક્ષમાર્ગમાં દીપિકા સમાન અને ગુણરૂપી રત્નોનો સંગ્રહ કરવામાં રોહણાચળ પર્વત સમાન એક સમતા જ છે.
ભાવાર્થ : આ સમતારસનું સામર્થ્ય કેવું અલૌકિક છે ? જો સમતા હૈયે વસેલી છે તો, નરકનો પ્રવેશ અટકી જાય છે, તે સમતા મોક્ષમાર્ગનો દીપક બને છે, સર્વ ગુણોના સમૂહરૂપ સમતા જાણે રોહણાચળ પર્વતની પૃથ્વી સમાન છે. [૨૬] મોહાચ્છાતિનેત્રાણા - મર્ભિપશ્યતાનું !
दिव्याञ्जनशलाकेव, समता दोषनाशकृत् ॥ १८ ॥ મૂલાર્થ : જેમનાં નેત્ર મોહ વડે આચ્છાદિત થયેલાં છે. અને તેથી જેઓ આત્મસ્વરૂપને જોઈ શકતા નથી. તેઓએ સમતા એ
સમતા સ્વીકાર : ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org