________________
કરેલાં કારણો તો મોક્ષસ્થાનથી ઘણાં દૂર છે. પરંતુ આ સમતામય સુખ શોધવા તારે ક્યાંય જવું નહિ પડે. જો તારા પરિણામમાં નિશ્ચળ સમતા છે, તો એ (મોક્ષ) સુખનો અનુભવ તું સ્પષ્ટ રીતે અનુભવે છે.
અથવા હે જીવનાં સ્વર્ગ સુખ તો તારાથી દૂર છે અને મોક્ષનાં સુખ તારા માટે કલ્પનાતીત છે; પરંતુ જે સમયે તું અભેદપણાને પામે છે, તે જ વખતે સમતાનું સુખ તો તારા અનુભવનું બને છે. અર્થાત્ આત્માસ્વરૂપમાં એત્વરૂપ અભેદપણું તે જ વિષમતારહિત સમતા છે અને તે ટંકોત્કીર્ણની જેમ તે જ સમયે સુખરૂપ હોય છે. [२४९] दृशो स्मरविषं शुष्येत्, क्रोधतापः क्षयं व्रजेत् ।
બદ્ધત્યમત્તનાશઃ ચાતુ, સમતામૃત મનાતું કે ૧૪ || મૂલાર્થ : સમતારૂપ અમૃતમાં મજ્જન (સ્નાન) કરવાથી દષ્ટિનું કામરૂપ વિષ સુકાઈ જાય છે. ક્રોધરૂપી તાપ ક્ષય પામે છે અને ઉદ્ધતપણારૂપી મળનો નાશ થાય છે.
ભાવાર્થ : અહો ! આ સમતાનું અમૃત ચમત્કારિક છે. સમતારૂપી અમૃતજળમાં સ્નાન કરવાથી દૃષ્ટિમાં રહેલો કામરૂપી મળ નષ્ટ થાય છે. અને ક્રોધરૂપી શત્રુનો ક્ષય થાય છે. વળી પેલા આઠ આઠ પ્રકારના મદમય ઉદ્ધતાઈનો નાશ થાય છે. જો આ એક સમતાનું રસાયણ સેવાઈ જાય તો કેટલાયે અંતરંગ શત્રુઓ કે જે પરિભ્રમણના હેતુ છે તે સ્વયં નાશ પામે છે. [२५०] जरामरणदावाग्नि-ज्वलिते भवकानने ।
સુણીય સમલૈવ, પીયૂષઘનવૃરિવત / ૧ / મૂલાર્થ ? જરા અને મરણરૂપ દાવાનળ વડે સળગેલા આ સંસારરૂપી અરણ્યને વિષે સુખને માટે અમૃતમય મેઘની વૃષ્ટિ સમાન એક સમતા જ છે.
ભાવાર્થ : સમગ્ર સંસારમાં પ્રાણીઓ વૃદ્ધાવસ્થાથી અને મરણના ભયથી નિરંતર સંતપ્ત છે. જાણે કે જરા અને મરણનું યુગલ આ
૧૩૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org