________________
મૂલાર્થ : દાન વડે અથવા તપ વડે કરીને શું ? તથા યમ અને નિયમે કરીને શું ? માત્ર સંસારરૂપી સમુદ્રને વિષે વહાણ સમાન એક સમતાનું જ સેવન કરવું.
ભાવાર્થ : સર્વવિરતિધર સાધુ જનોની સમતામય ચર્યા જેમ બાહ્ય પ્રવૃત્તિઓથી મુક્ત છે. કેવળ શુદ્ધચિદ્રુપ છે, તેમ અવિરતિ કે દેશવિરતિ શ્રાવકને માટે પણ સમતાની વિશેષતા છે. માટે હે ભવ્યાત્મા ! જો આત્મપરિણામ રાગાદિ ભાવરહિત, આત્મસ્વરૂપની રમણતા યુક્ત નથી, કે આત્મસ્વરૂપમાં ઉપયોગની નિશ્ચળતા નથી તો તેવી સમતા વગર તારા દાનથી શું થશે ? કેવળ ધન, અન્ન કે વસ્ત્રાદિનો ત્યાગ કરવામાં નિર્જરા થશે ? વળી નિર્જરાના કારણભૂત બાર પ્રકારના તપ પણ અભેદ દૃષ્ટિ વગર કેવળ બાહ્યરૂપે હશે તો તે પણ નિર્જરાનું કારણ થશે ? વળી પાંચ પ્રકારના અણુવ્રત (યમ) કે સ્વાધ્યાય, સંતોષ (શૌચ) પ્રણિધાન, દાન, તપ (નિયમ)નું પાલન કરે તોપણ જો આત્મસ્વરૂપયુક્ત સમતા ન હોય તો શું લાભ થશે ? કંઈ જ નહિ.
અર્થાત્ આત્મબોધરહિત,
અનાસક્તભાવરહિત,
કર્તાપણાની
બુદ્ધિસહિત કરેલી દાનાદિ સર્વ ક્રિયાઓ સમતારહિત હોવાથી તે મુક્તિદાતા નથી. કેવળ પુણ્યયોગ સુધી લઈ જશે અને સંસારનાં સુખોમાં જીવને ભૂલવી દેશે. માટે ચારે ગતિવાળા સંસારસમુદ્રને પાર કરવા સમતા જ એક નાવ સમાન છે.
[૨૪] રે સ્વર્ગસુદ્ધ મુવિસ્ત-પરવી સા વીયસી ।
મનઃસંનિહિત દૃષ્ટ, સ્પષ્ટ તુ સમતાસુલમ્ ॥ ૧૩ || મૂલાર્થ : સ્વર્ગનું સુખ તો દૂર રહો, અને મોક્ષસ્થાન તો વળી અતિ દૂર છે; પરંતુ મનની સમીપે રહેલું છે, તે સમતાનું સુખ તો સ્પષ્ટ રીતે અનુભવેલું છે.
ભાવાર્થ : ઉપરોક્ત દાનાદિ વડે પ્રાપ્ત સ્વર્ગનું સુખ મળે કે ન મળે, કારણ કે અંતરંગ સુખનો આધાર કેવળ બાહ્ય ક્રિયા નથી પરંતુ અંતરનાં શુભ પરિણામ છે. વળી તેવા પ્રયોજન વડે
સમતા સ્વીકાર : ૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org