________________
[૨૪]
વેિ
[૨૪] સમતાપરિપાન્ડે કિષયપ્રદન્યતા |
यया विशदयोगानां वासीचन्दनतुल्यंता ॥ १० ॥ મૂલાર્થ : સમતાનો પરિપાક થવાથી વિષયોને વિષે આગ્રહનો અભાવ થાય છે. અને તેથી કરીને નિર્મળ યોગવાળા યોગીઓને કુઠારના પ્રહારમાં તથા ચંદનની પૂજામાં તુલ્યતા થાય છે.
ભાવાર્થ : અહો ! સમતા સ્વરૂપ મુનિઓની ચિત્તવૃત્તિ કેવી સમતારૂપ છે. બાહ્ય વિષયોનો કે અંતરંગ વિષયોનો અભાવ થઈ રાગ-દ્વેષના અભાવરૂપ સમતા વર્તે છે. તેથી એવા મનવચન, કાયાથી નિર્મળ યોગવાળા યોગીઓને કોઈ કુહાડાથી ઘા કરે કે ચંદનથી પૂજા કરે, તે બંને ઉપર સમાનભાવ છે. આ સમતાનું સ્વરૂપ છે. [૨૪] જિં તુમઃ સમતાં સાથો- સ્વાર્થપ્રભુનીતા |
वैराणि नित्यवैराणा - मपि हन्त्युपतस्थुषाम् ॥ ११ ॥ મૂલાર્થ : હે સાધુ ! અમે સમતાની કેટલી સ્તુતિ કરીએ ? કે જે સમતા આત્માર્થે સજ્જ કરવાથી પાસે રહેલા નિત્યવિરોધી જીવોના વૈરનો પણ નાશ કરે છે.
ભાવાર્થ : રત્નત્રયના, જ્ઞાનાદિક ગુણો વડે મોક્ષને સાધ્ય કરનાર હે સાધુ ! અર્થાત્ અનેક પ્રકારના બાહ્ય ક્રિયાકાંડોને ત્યજીને કેવળ જ્ઞાનાદિક ગુણો વડે નિશ્ચય સ્વરૂપ મોક્ષની સાધના કરનાર સાધુ તમે આત્મસ્વરૂપની રમણતામય સમતાને ધારણ કરી છે, તેની કેટલી સ્તુતિ કરીએ ? કે જે સમતાનું કાર્ય જ મુક્તિનું પ્રદાન કરે છે. તમારા જ્ઞાન, ધ્યાન, તપ અને સંયમ સર્વે એ આત્મપ્રયોજન રૂપ સ્વરૂપરમણતામાં સમતારૂપે સમાય છે. જેમ પવિત્ર પુરુષોના સાન્નિધ્યથી જાતિવૈર ધરાવતા સર્પ-મોર, કે સિંહ અને મૃગ વગેરે વૈર ત્યજી દે છે તેમ આંતરિક સંસ્કારરૂપ વિરોધીઓ તમને ત્યજી ગયા છે. [૨૪૭] િસાનેન તપમ, મૈશ નિર્મિશ વિમ્ |
વ સમતા સેવ્યા, તરિક સંસારવારથી / ૧૨ .
સમતાની કલા નિત્યવિરોધી
૧૩૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org