________________
[૨૪રૂ] ગાઝીપુ નો મતિ, વૈવિષ્ય નિર્મિતનું !
यदा शुद्धनयस्थित्या, तदा साम्यमनाहतम् ॥ ८ ॥ મૂલાર્થ : જ્યારે શુદ્ધ નયની મર્યાદાએ કરીને જગતના જીવોને વિષે કર્મે કરેલું બેપણું ભાસતું નથી ત્યારે જ અનિવાર્ય સમતા પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ શુદ્ધ નયની અપેક્ષાએ સમતા એ જ આત્માનું સ્વરૂપ છે. દ્રવ્યદૃષ્ટિથી જોતાં આત્મા સત્તાપણે શુદ્ધ છે. વળી પ્રાણીમાત્રમાં સત્તા અપેક્ષાએ સિદ્ધપણાને ઉત્પન્ન કરનારી શુદ્ધ સત્તા રહી છે. આમ શુદ્ધ દ્રવ્યાર્થિક નય એક શુદ્ધસત્તાને જુએ છે. આથી જ્ઞાનાવરણીયાદિથી કર્મે કરેલું ઇષ્ટ-અનિષ્ટ એવું કૈતપણું જગતના કોઈ જીવને વિષે ભાસતું નથી. જ્ઞાનીને સર્વત્ર ચૈતન્ય સ્વરૂપ જ ભાસે છે. જેને આવી તત્ત્વદેષ્ટિ સમજાઈ છે તેને અનુપમ સમતા પ્રાપ્ત થાય છે. [२४४] स्वगुणेभ्योऽपि कौटस्थ्यादेकत्वाध्यवसायतः ।
___ आत्मारामं मनो यस्य, तस्य साम्यमनुत्तरम् ॥ ९ ॥
મૂલાર્થ : એકત્વના નિશ્ચયથી આત્માના ગુણો થકી અને માધ્યસ્થપણાથી જેનું મન આત્માને વિષે રમણ કરે છે. તેને ઉત્તમ સમતા પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ: આત્મસ્વરૂપના તદ્રુપ અધ્યવસાયથી નિશ્ચય વસ્તુ ગ્રહણ થાય છે. એવી અભેદ ઉપયોગરૂપ જેની દૃષ્ટિ થઈ છે તથા આત્માના ગુણોથી પણ જેવી ભેદદષ્ટિ નથી. અર્થાત્ ગુણ અને ગુણ ધારણ કરનાર ગુણીની જેની ભેદષ્ટિ નથી, તેમ અન્ય પ્રત્યે પણ મારા-તારાની ભેદદષ્ટિ નથી. (માધ્યસ્થતા છે) એવા શુદ્ધ નિશ્ચળ ઉપયોગ ઉત્પાદ-વ્યયની અપેક્ષા રહિત (ફૂટસ્થ) નિરંતર પરિણામપણાથી મુનિઓનું ચિત્ત કેવળ આત્મસ્વરૂપમાં રમણ કરે છે. તે જ સર્વોત્કૃષ્ટ સમતા છે. અર્થાત્ આત્મસ્વરૂપની અનન્ય તદ્રુપતા તે સમતા છે.
સમતા સ્વીકાર : ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org