________________
થવાથી બે વર્ણનો સંકલ્પ નાશ પામે છે. તેમ એક જ પદાર્થમાં કે પદાર્થોમાં પ્રીતિ અને અપ્રીતિ તે એક જ પદાર્થમાં વૈતપણું છે. નિશ્ચયથી જોતાં પદાર્થમાં પ્રીતિ-અપ્રીતિ જેવું છે નહિ, પરંતુ જીવે પોતે જ ઉત્પન્ન કરેલા એક જ પદાર્થના બે અભિપ્રાય પોતાના ગમા-અણગમાને કારણે ઊભા કર્યા છે. પરંતુ નિશ્ચયથી જોતાં તે ભ્રમ નાશ પામે છે. [૨૪] સ્વાયોગાસસિદ્ધિઃ સ્વાયત્તા માસતે થવા |
बहिरर्थेषु सङ्कल्पसमुत्थानं तदा हतम् ॥ ६ ॥ મૂલાર્થ: જ્યારે પોતાના જ પ્રયોજનની સિદ્ધિ પોતાને જ આધીન ભાસે છે, ત્યાર પછી બાહ્ય અર્થોને વિષે સંકલ્પની ઉત્પત્તિ હણાય છે.
ભાવાર્થ : વિચારવાનને જ્યારે એમ સમજાય છે કે આત્મપ્રયોજનના સુખાદિક સ્વરૂપને આધીન છે, તે સુખાદિ બાહ્ય પદાર્થ એવા પુત્રાદિ કે ધન પર આધારિત નથી. વળી મારા કાર્યની સિદ્ધિ મારામાં જ થાય છે. અન્ય પદાર્થ દ્વારા થતી નથી. આવા તત્ત્વબોધને પરિણામે પોદ્દગલિક પદાર્થોને વિષેના વિકલ્પ નાશ પામે છે. તે પ્રત્યેની મમતા સ્વતઃ છૂટી જાય છે. [२४२] लब्धे स्वभावे कण्ठस्थ-स्वर्णन्यायाभ्द्रमक्षये ।
રાષિાનુપસ્થાન, સમતા સ્થાનિહિતી | ૭ | મૂલાર્થ ભ્રાંતિનો ક્ષય થવાથી કંઠમાં રહેલા સુવર્ણમય અલંકારના દૃષ્ટાંતની જેમ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અને તેથી રાગ અને વૈષની અનુત્પત્તિ થવાને લીધે અનિવાર્ય સમતા પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ : જેમ પોતે પોતાના જ કંઠમાં પહેરેલા સુવર્ણના અલંકારને પોતે જોઈ શકે છે, અન્યત્ર પૂછવું પડતું નથી. તેમ પરપદાર્થોમાંથી સુખનો ભ્રમ દૂર થવાથી સ્વયં આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ત્યારે આત્માને કોઈ પદાર્થ પ્રત્યે રાગ કે દ્વેષ ઉત્પન્ન થતો નથી. તેથી તે જીવમાં અનિવાર્યપણે સમતા ઉત્પન્ન થાય છે.
૧૩૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org