________________
છે. તેથી કોઈ પણ પદાર્થ કેવળ ઈષ્ટ કે અનિષ્ટ હોતો નથી, પરંતુ જીવમાં પોતામાં રહેલા સંસ્કારના વિકલ્પો તેને ઈષ્ટ – અનિષ્ટનો ભ્રમ કરાવે છે.
જે જે પદાર્થો રાગ વડે ઈષ્ટ લાગતા હતા તે જ પુત્રાદિકમાં સ્વાર્થ આદિ ન રહેતાં તે અનિષ્ટ લાગે છે. વળી તે જ પુત્રાદિક અન્યને ઈષ્ટ લાગે છે. કોઈ આહારનો પદાર્થ રસ વડે પ્રિય લાગતો હતો. તે કોઈ રોગાદિથી અપ્રિય લાગે છે. તેથી વસ્તુના લક્ષણમાં પ્રિય કે અપ્રિયપણું છે નહિ, અર્થાતુ પોતાના વિકલ્પનો આ ભ્રમ છે. [૨૩] વસ્ય વિષયો ઃ ચા – સ્વામપ્રયેળ પરિવૃત્ત !
अन्यस्य द्वेष्यतामेति, स एव मतिभेदतः ॥ ४ ॥ મૂલાર્થઃ વળી જે વિષય મનુષ્યને પોતાને અભિપ્રાયે કરીને પ્રીતિકારક લાગે છે, તે જ વિષય બીજા માણસને અભિપ્રાયના ભેદે કરીને અપ્રીતિપણાને પામે છે.
ભાવાર્થ : શબ્દાદિ કોઈ પણ વિષય કોઈ વ્યક્તિને પોતાના અભિપ્રાયને રુચતો હોય તો પ્રિય લાગે છે, જેમ કે તમારા મિત્રનો શબ્દ, તે જ શબ્દ કે વાત કોઈને અથવા તેના વિરોધીને અપ્રિય લાગે છે. જો તે વ્યક્તિ કેવળ અનિષ્ટ હોય તો આવા ભેદ ન થાય. તે વ્યક્તિ દરેકને પ્રિય અથવા દરેકને માટે અપ્રિય બને. પરંતુ અભિપ્રાયના ભેદે એવું જણાય છે. [२४०] विकल्पकल्पितं तस्माद्-दयमेतत्र तात्विकम् ।
વિવેન્યોરને તસ્ય દ્વિત્યાવિહુપક્ષઃ | ૬ | મૂલાર્થ ? તેથી કરીને તે બંને કલ્પિત કરેલા છે. પણ પરમાર્થે સત્ય નથી, કેમ કે વિકલ્પોનો ઉપરમ શમવાથી તે ઈષ્ટ-અનિષ્ટનો દ્વિત્વની જેમ નાશ થાય છે.
ભાવાર્થ : જેમ કોઈ સફેદ વસ્ત્રના એક ભાગમાં પીળો રંગ હોય અને બીજા ભાગમાં લાલ રંગ હોય તો તે એક જ વસ્ત્રમાં બે વર્ણ જણાય છે. પરંતુ તે વસ્ત્ર ધોઈ નાખવાથી તે પુનઃ સફેદ
સમતા સ્વીકાર : ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org