________________
પ્રબંધ ૩જો
સમતા સ્વીકાર
[૨૩] સત્તામાં મમતાવાં ૬ સમતા પ્રથતે સ્વતઃ । स्फटिके गलितोपाधौ यथा निर्मलतागुणः ॥ १ ॥ મૂલાર્થ જેમ ઉપાધિરહિત સ્ફટિકને વિષે નિર્મળતાનો ગુ સ્વતઃ પ્રક્ટ થાય છે, તેમ મમતાનો ત્યાગ થવાથી સમતા સ્વત પ્રગટ થાય છે.
ભાવાર્થ : ઉપાધિરહિત
સ્ફટિકની આજુબાજુ કંઈ અવરો ન હોય. તો તેની આરપાર જોઈ શકાય છે, તે તેની સ્વત નિર્મળતા છે. તેમ મમતાનો નિરોધ થવાથી સમતા જ સ્વતઃ પ્ર છે. સમતા સ્વાભાવિક છે, તેનો બાધ કરનાર મમતા છે. [૨૨૭] પ્રિયાપ્રયત્વયોર્થિ र्व्यवहारस्य कल्पना । निश्चयात्तद्व्युदासेन स्तैमित्यं समतोच्यते ॥ २ ॥
.
Jain Education International
અધિકાર ૯મો
મૂલાર્થ : પદાર્થોએ કરીને પ્રિય અને અપ્રિયપણાના વ્યવહારની જ કલ્પના છે, તે કલ્પનાનો નાશ કરી નિશ્ચળ થવું તે સમતા છે.
ભાવાર્થ : સમતાનું રહસ્ય ગંભીર છે. જડ-ચેતન પદાર્થોન સંયોગમાં પ્રિયતા અને અપ્રિયતાની કલ્પના કે વિકલ્પ ન થવા તે સમતાનો ગુણ છે. જ્ઞાન પદાર્થો જાણે પણ તેમાં અહંતા-મમતા ન થાય તે સમતા છે. કારણ કે નિશ્ચયથી તો કોઈ પદાર્થ પ્રિયઅપ્રિય છે નહિ, પોતાના વિકલ્પથી જ તેમાં પ્રિય-અપ્રિય જેવું લાગે છે. તેવા વિકલ્પનો અચળપણે ત્યાગ કરવો તે સમતા છે, [૨૩] તેખેવ દ્વિષતઃ પુંસ-સ્તેષ્યેવાર્યેષુ રખ્યતઃ ।
निश्चयात्किञ्चिदिष्टं वाऽनिष्टं वा नैव विद्यते ॥ ३ ॥ મૂલાર્થ : તે જ પદાર્થોને વિષે દ્વેષ કરતા, તે જ પદાર્થોને વિષે પ્રીતિ કરતા પુરુષને નિશ્ચયથી કંઈ પણ ઇષ્ટ-અનિષ્ટ છે નહિ.
ભાવાર્થ : જો નિશ્ચયનયથી વિચારીએ તો અન્યોન્ય કાંઈ પણ પદાર્થો સ્પર્શતા જ નથી, દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં જ પરિણમે
૧૩૨ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org