________________
પરિશ્રમ ઉઠાવે છે. પરંતુ કંઈ પ્રાપ્ત થતું નથી ત્યારે દુઃખી થાય છે. કોઈ રોગથી પીડાય છે, કોઈ ઇષ્ટ જનોના વિયોગથી દુઃખી થાય છે; કોઈ ક્ષુધાથી એમ અનેક પ્રકારે જીવો દુ:ખી હોય છે.
પરમાર્થદૃષ્ટિએ વિચારીએ તો ધર્મ ધરણ કર્યા વગર જીવો અનેક આપત્તિઓમાં સપડાય છે. પોતે દુઃખી છે તેવું તેમને ભાન પણ થતું નથી. આમ અનેક પ્રકારે દુઃખ પાતા જીવને દુઃખથી છોડાવવાની ભાવના તે કરુણા ભાવના છે.
૪. માધ્યસ્થભાવના ઃ માન મળો, અપમાન મળો. વંક મળો નિંદક મળો. ધર્મી મળો, અધર્મી મળો. દયાવાન મળો, નિષ્ઠુર મળો; દરેક પ્રત્યે માધ્યસ્થભાવ એ સમતાનું જ સ્વરૂપ છે.
દરેક જીવ પોતાની કર્મપ્રકૃતિના આશ્રયે સાચું, ખોટું વર્તન કે સ-અસદ્ વ્યવહાર કરે છે. જેને પોતાને હિતાનુહિતનું ભાન નથી, તેવા જીવોના અસદ્-વર્તન પ્રત્યે ભાઈ ! તારે તો માધ્યસ્થભાવ રાખવો, કારણ કે તું તો મુક્તિનગરનો પ્રવાસી છું.
કટુ વાણી સુણે કોઈની, વાણી મીઠી સદા કહેજે, પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
જો તેવા પ્રકૃતિવશ માનવની તારી વાત સાંભળવાની તૈયારી હોય તો તેને પ્રેમપૂર્વક સમજાવજે, અથવા મૌન સેવજે, હ્રદયમાં સમતા રાખજે. અને હંમશાં તેનું હિત ચિંતવજે.
આમ તો આ ચાર ભાવનાઓ ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવનારી છે, પરંતુ છદ્મસ્થ સાધકને જગત સાથેના વ્યવહારમાં સમતાની વૃદ્ધિ માટે આ ભાવનાઓ હિતકારી છે.
પરમાર્થે તો આત્મશુદ્ધિ જ સમતાનું સાધન છે. સ્વરૂપના ચિંતન દ્વારા ચિત્તની સ્થિરતા એ સમતા છે. આથી મુનિજનો એકાંતે આત્મનિરીક્ષણ કરી સમતાને સાધ્ય કરે છે.
ભગવાન મહાવીરના મૌન કાળમાં આપણને બોધ મળતો હોય તો સમતાનો છે. અપૂર્વ સમતાના આરાધક મહાવીરના આપણે વારસદારો સમતાને ધારણ કરીએ.
Jain Education International
સમતા સ્વીકાર
AS
૬ ૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org