________________
૧. મેત્રીભાવના : જગતના જીવો પ્રત્યે નિર્વેર, બુદ્ધિ. જંતુથી માંડીને સર્વ જીવો પ્રત્યે હિતબુદ્ધિ. કોઈ જીવ પાપ આચરીને દુઃખ ન પામો. જગતના સર્વ જીવો કર્મથી મુક્ત થાઓ. અન્ય જીવો વિષે જેને આવા ઉત્તમ ભાવ જન્મે છે, તે સાધક પોતે પાપાચરણ કરતો નથી.
મુખ્યત્વે જગતના જીવોની દોડ પોતાના જ સુખ માટે હોય છે. અન્યનું ગમે તે થાઓ. મને સુખ મળો. પરંતુ સમતાનો રસિયો જીવ તો “પરહિતચિંતા મૈત્રી'ના સૂત્રનો આરાધક છે. તેમાં તેને આનંદ આવે છે. ત્યાં તેને જાતિ, વેશ, ઊંચ, નીચ, રાજા કે ટૂંકનો ભેદ નથી. એક જ લક્ષ્ય સર્વ જીવો સુખી થાઓ. સર્વની પીડાઓ શમી જાઓ. સર્વે જીવો વીતરાગતા પામો. સમતા પામો, મુક્તિ પામો.
મારે સર્વ જીવો પ્રત્યે મૈત્રી છે. કોઈની સાથે વૈર નથી.' આવી ભાવના જેના જીવનમાં સાકાર બને છે તેને સમતા સાધ્ય થાય છે. સમતા અધ્યાત્મનું બીજ છે, તો મૈત્રીભાવ સમતાનું અંગ છે.
૨. પ્રમોદભાવના : જેણે દોષોનો પરિહાર કરી ગુણોને ધારણ કર્યા છે તેવા ગુણી જનો પ્રત્યે અહોભાવ, આદર હો, જેઓ સમતાસ્વરૂપ એવા આત્માના પક્ષપાતી છે. ક્રોધાદિ કષાયોના જે પ્રતિપક્ષી છે તેવા ગુણવાનો પ્રત્યે પ્રમોદભાવ રાખવો.
જેમણે રાગદ્વેષના બળવાન નિમિત્તો મળવા છતાં ચિત્તને સમતામાં રાખ્યું છે, એક રોમમાં કિંચિત્માત્ર ક્ષોભ પામ્યા નથી રાગને જિત્યો તેવા જંબુકુમારાદ, દ્વેષથી ડગ્યા નહિ તેવા ગજસુકુમારદિના સમતા સ્વરૂપનું ચિંતન કરવાથી આપણાં કર્મોની નિર્જરા થાય તેવી આ પ્રમોદભાવના છે.
૩. કરુણાભાવના : સંસારની યાતનાઓથી તપ્ત જીવો પ્રત્યે કરુણા, અનુકંપા રાખવી. જો તને ધનાદિ સામગ્રી મળી છે તો દીન-દુ:ખિયાનાં દુઃખડાં તારા શ્રવણે ધારજે અને તેમનું દુઃખ હળવું કરવા તૈયાર રહેજે.
જગતમાં જીવો ધન, રાજ્ય, તથા અનેક પદાર્થો મેળવવા ઘણો
Jain Education International
૧૩૦
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org