________________
વાસ્તવમાં આત્મા એ સમતાસ્વરૂપ છે. દ્રવ્યદૃષ્ટિએ, નિશ્ચયનયની અપેક્ષાએ જોતાં આત્મામાં રાગાદિની વિષમતા છે નહિ. આથી જેવું આત્માનું સ્વરૂપ સમતામય છે, તેવું જગતના સર્વ જીવોનું સ્વરૂપ ભેદરહિત સમાન છે.
ચૈતન્યના આવા સમતાયુક્ત એકત્વને જે સ્વીકારે તેને પોતાને ઉત્તમ સમતા પ્રાપ્ત થાય છે. એવું સમતાનું સુખ-ટંકોત્કીર્ણ અનુભવમાં આવે તેવું છે.
આધિ, વ્યાધિ, ઉપાધિથી સંતપ્ત આ સંસારમાં એક સમતા જ સુખરૂપ છે. દીર્ઘકાળનાં કર્મો, કષાયો અને વિકારો સમતા વડે નષ્ટ થાય છે. સમતારહિત કરેલાં સર્વ આરાધન ઉખર ભૂમિમાં વાવેલા બીની જેમ વ્યર્થ જાય છે. - સમતા એ અધ્યાત્મનું બીજ છે. જેને આ જગતમાં કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી. કોઈ વહાલાં નથી કોઈ દવલાં નથી. જેના ચિત્તમાં કષાયનો આવેગ નથી, વિષયોનો વિકાર નથી, એવા યોગીજનો સમતાસુખના સાચા સ્વામી છે.
સંસારી જીવોને ભૌતિક સુખોમાં પણ વ્યાકુળતા જ છે. મળ્યું છે એનાથી સારું મેળવવાની દોડ, બીજા કરતાં વધુ મેળવવાની સ્પૃહા, પ્રાપ્ત પદાર્થોમાં અસંતોષ જેવા મનના વિકલ્પોવાળો જીવ સમતાના અંશને પણ ક્યાંથી જાણે !
ચંચળ એવા મન દ્વારા, વિનશ્વર એવા દેહ દ્વારા, મર્યાદિત શક્તિયુક્ત ઈદ્રિયો દ્વારા, ભાઈ તને સાચું સુખ ક્યાંથી મળે ? એ સર્વ પ્રકારોમાં જો તારી માધ્યસ્થવૃત્તિ હશે તો તું સમતાના ઘરમાં પ્રવેશ પામી સાચા સુખનો અનુભવ કરીશ.
ઉત્તમ અને અનુપમેય શ્રદ્ધા ધારણ કરવા તથા સાધકને સમતા અનુભવવાની પાત્રતા માટે ચાર ભાવના દર્શાવી છે. એ ચાર ભાવના સમતાને જન્મ આપે છે. સમતાની આરાધના એ જ આ ચાર ભાવનાઓ છે : ૧. મૈત્રી, ૨. પ્રમોદ, ૩. કરૂણા, ૪.
માધ્યસ્થતા
વૈરાગ્ય વિષય : ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org