________________
સમતા પાત
‘સ’
મમતા
સમતા, ‘સ’મતા
સમતા અને મમતા આપત્તિ અને સંપત્તિ જેવી મસીઆઈ ભગિનીઓ છે. ધન ન હોવું તે સંપત્તિ. મમતાના ‘મ'ને છેદી ‘સ'
આપત્તિ અને ધન હોવું તે મૂકો એટલે સમતા. એક દરિદ્રી મેલાઘેલા વેષમાં રાજદરબારમાં પહોંચ્યો. દરવાને તેને રોક્યો. દરિદ્રી કહે ભાઈ, હું રાજાનો મસીઆઈ ભાઈ છું. દરવાન મૂંઝાયો, તેણે રાજા પાસે નિવેદન કર્યું કે કોઈ દરિદ્રી આપનો મસીઆઈ ભાઈ છે, તેમ કહી આપને મળવા માંગે છે.
રાજાએ સાશ્ચર્ય તેને દરબારમાં આવવા આજ્ઞા આપી. તે દરિદ્રી રાજા પાસે આવી નમન કરી ઊભો રહ્યો. રાજા અને પ્રજા સૌને કંઈ સગપણ સમજાયું નહિ. અને રાજાએ તો ક્યારે પણ આ માણસને જોયો હોય તેવું લાગ્યું નહિ.
રિદ્રી કહે : મહારાજ, હું ધનરહિત આપત્તિવાળો છું. આપ ધનસહિત સંપત્તિવાળા છો. આમ આપત્તિ અને સંપત્તિને મસીઆઈ સંબંધ છે.
રાજા તેના વક્તવ્યથી ખુશ થયો. તેની આપત્તિ દૂર કરી, છતાં આપત્તિને અને સંપત્તિને તો કદાચ સાથે રહેવાનું થાય. પણ આ મમતા અને સમતા એક મ્યાનમાં બે તલવાર ન રહે તેમ રહી શકતાં નથી. આમ તો મમતાના ‘મ'ને જરા આકાર આપવાથી તે સમતા શબ્દરૂપે પ્રગટ થશે. ક્યાં પ્રથમના ‘મ'ને જ બદલવાનો છે. ‘સ' લખવાનો છે. કેવું સરળ ?
Jain Education International
અહો ! પણ મમતાનું સામ્રાજ્ય તો જુઓ ! જગત આખું તેને આધીન વર્તે છે. પણ મુનિની મનોદશા નિરાળી છે. મમતા મુનિઓને આધીન વર્તે છે. મુનિ કેવળ સમતાના સાગર જેવા છે. મમતાનો નિરોધ એ જ સમતા છે. ચિત્તની સ્વસ્થ સ્થિતિ તે સમતા છે. બાહ્ય સંયોગમાં અનુકૂળ હો કે પ્રતિકૂળ હો મુનિને સર્વ સંયોગમાં સમતા જ ઇષ્ટ છે.
૧૨૮
'
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org