________________
[૨૩] વિજ્ઞાસા ૨ વિવેવાશ, મમતાનાશાજુમી
ગતતામ્યાં નિર્જીયા-નામધ્યાત્મવણિી ર૭ | મૂલાર્થઃ જિજ્ઞાસા અને વિવેક મમતાનો નાશ કરનારાં છે. તેથી તે બંને કે જે વૈરાગ્યની વૈરિણી છે તેનો નિગ્રહ કરવો.
ભાવાર્થઃ જિજ્ઞાસા એટલે તત્ત્વોના સ્વરૂપને જાણવાની ભાવના અને વિવેક એટલે જડચેતન સ્વરૂપને જાણીને તેમાં હેય ઉપાદેયની પદ્ધતિથી મમતાનો ત્યાગ કરવો અને સમતાનો આદર કરવો. જેથી જિજ્ઞાસા અને વિવેક વડે વૈરાગ્યના શત્રુરૂપ મમતાનો નાશ થાય. આમ મમતા સર્વ પ્રકારે ત્યાજ્ય છે. યોગીજનોએ તેનો મૂળમાંથી છેદ કર્યો છે.
| મમતા ત્યાગ અધિકાર પૂર્ણ |
મનુષ્યના સુખની સીમા હોય છે. દેવોનાં સુખની પણ સીમા હોય છે. સુખની જેમ દુઃખોની પણ સીમા હોય છે. પશુઓનાં દુઃખોની સીમા હોય છે. નારકી જીવોનાં દુઃખોની સીમા હોય છે.
“પરંતુ નિર્મમત્વનું સુખ નિઃસીમ હોય છે ! નિર્મમત્વનું સુખ વિલીન થાય છે કેવળ જ્ઞાનમાં, વીતરાગતામાં.. અને અંતે મુક્તિમાં. અર્થાતું નિર્મમત્વ જીવાત્માને પરમસુખ તરફ લઈ જાય છે. નિર્મમત્ત્વની ગંગા, અનંત સુખના સાગરમાં જઈને મળે છે.”
સામ્યશતકમાંથી
વૈરાગ્ય વિષય : ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org