________________
કાર્ય જ સ્વરૂપમાં ટકવાનું છે. [२३२] प्रियार्थिनः प्रियाप्राप्ति, विना क्वाऽपि यथा रतिः ।
न तथा तत्त्वजिज्ञासो-स्वत्त्वप्राप्ति विना क्वचित् ॥ २४ ॥ મૂલાર્થ : પ્રિયાના પ્રયોજનવાળા પુરુષને પ્રિયાની પ્રાપ્તિ વિના બીજે કોઈ ઠેકાણે રતિ-પ્રીતિ થતી નથી. તેમ તત્ત્વની જિજ્ઞાસાવાળા પુરુષને પણ તત્ત્વની પ્રાપ્તિ વિના વસ્તુના પરમાર્થ જ્ઞાન વિના બીજે ક્યાંય પ્રીતિ થતી નથી.
ભાવાર્થ : જીવને ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ સિવાય આહારાદિમાં પ્રીતિ થતી નથી તેમ તત્ત્વજિજ્ઞાસુ સાધકને તત્ત્વની. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના, પરમાર્થજ્ઞાન વિના કોઈ સ્થળે પ્રીતિ થતી નથી. [२३३] अत एव हि जिज्ञासां, विष्टम्भति ममत्वधीः ।
विचित्राभिनयाक्रान्तः सम्भ्रान्त इव लक्ष्यते ॥ २५ ॥ મૂલાઈ : તેથી કરીને મમતાની બુદ્ધિ જિજ્ઞાસાને રોકી રાખે છે. તેથી વિચિત્ર પ્રકારના અભિનયોથી વ્યાપ્ત એવો તે મનુષ્ય સંભ્રાંતની જેવો દેખાય છે. - ભાવાર્થ : તત્ત્વજિજ્ઞાસુ માટે પદાર્થો પ્રત્યેની અહંતા કે મમતા શત્રુરૂપ છે. અહંતા-મમતા જીવને પુત્રાદિક આદિની ચેષ્ટાઓમાં મૂંઝવી મારે છે. તત્ત્વજિજ્ઞાસુ તે પ્રત્યે પ્રીતિ કરતો નથી. [२३४] धृतो योगो, न ममता हता, न समताऽऽदृता ।
न च जिज्ञासितं तत्त्वं, गतं जन्म निरर्थकम् ॥ २६ ॥ મૂલાર્થ : જેણે મુનિવેષને ધારણ કર્યો છે, પણ મમતાનો ત્યાગ કર્યો નથી, સમતાને અંગીકાર ન કરી, તત્ત્વ જાણવાની ઈચ્છા ન કરી તેનો માનવજન્મ નિરર્થક છે. | ભાવાર્થ જે મુમુક્ષુ - તત્ત્વજિજ્ઞાસુએ મુનિવેષને ધારણ કર્યો હોય પણ જો મમતાનો પરિહાર કરી સમતાને અંગીકાર કરી ન હોય, અને તત્ત્વના સ્વરૂપને જાણવા ઇચ્છતો ન હોય તો તેનો જન્મ વ્યર્થ છે. તેનો વેષ પણ વ્યર્થ છે.'
૧૨૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org