________________
11
કહ્યું છે. છતાં કર્મોનો નાશ ધ્યાન દ્વારા થાય છે, તેવો બીજા સાધનથી સંભવ નથી. આથી ધ્યાનયોગ સર્વશ્રેષ્ઠ છે.
અધિકાર અઢારમા આત્મનિશ્ચયનું નિરૂપણ તે મંદિરને કળશની શોભા જેવું છે. જોકે તેમાં સવિશેષ નિશ્ચયનયની દૃષ્ટિનું નિરૂપણ છે. આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવા નિશ્ચયનું લક્ષ્ય તે અધ્યાત્મ સાધનાની સાચી દિશા છે. છતાં કર્મની અવસ્થાવાળો જીવ વર્તમાનમાં બદ્ધ છે, તેને મુક્ત કરવા સત્પુરુષાર્થની આવશ્યકતા છે. કેવળ આત્મા શુદ્ધ છે તેવી માન્યતાથી આત્મસ્વરૂપ નિરાવરણ બનતું નથી, પરંતુ નિશ્ચયના લક્ષ્ય થતી આરાધનાનો વ્યવહાર આત્મતત્વને પ્રગટ કરે છે. ' અર્થાતુ રથના બે ચક્રની જેમ નિશ્ચય નય અને વ્યવહાર નય રહેલા છે. આ અધિકારમાં સમયસાર ગ્રંથને લક્ષમાં રાખીને નિશ્ચય દષ્ટિનો બોધ છે.
વિશાળ દષ્ટિ અને ઉદારતાપૂર્વક ગ્રંથકારે તત્ત્વદષ્ટિના ગ્રંથોને પણ ન્યાય આપ્યો છે. ઉપરાંત ગીતા જેવા ગ્રંથના કેટલાક ઉપયોગી શ્લોકોને પણ તટસ્થ બુદ્ધિથી વણી લીધા છે.
અધિકાર ઓગણીસમાં જિનમત સ્તુતિ અર્થાત જેમાંથી અધ્યાત્માદિ ગ્રંથોના સ્રોતનું વહન થયું, તેવા જિનાગમની સ્તુતિ કરી જિનવચનને પ્રમાણ માન્યા છે.
અધિકાર વીસમાં આખરી વાત જણાવે છે તેમાં અનુભવ સ્વરૂપનું રહસ્ય છે. અને શાંત ચિત્તનું પ્રગટીકરણ છે. તે પ્રથમ સાધક ચિત્તને શુદ્ધ અવલંબનમાં જોડે છે. વળી સ્વાત્મામાં લીન થઈ અંતે નિરાલંબન સ્થિતિને પ્રાપ્ત કરે છે.
અંતમાં અધિકાર એકવીસમાં સજ્જન સ્તુતિમાં પણ ગ્રંથકારે પોતાની લઘુતા-વિનયને સ્થાન આપ્યું છે. જેઓ આ ગ્રંથનું પરિશીલન કરે એવા સજ્જનોની પ્રસન્નતાની અભિલાષા વ્યક્ત કરી છે.
અંતમાં અધ્યાત્મના અર્થી તરફ વાત્સલ્યભાવ દર્શાવીને કેટલીક શીખ આપી છે.
નિંદા કરવી નહિ. પાપી આત્મા પ્રત્યે પણ દ્વેષ કરવો નહિ. ગુણવાનોનો આદર કરવો. આગમ તત્ત્વનો નિર્ણય કરી સંયમમાર્ગમાં પ્રવૃત્ત થવું. દેહાદિ અન્ય પદાર્થોની સાધકે અપેક્ષા રાખવી નહિ. બાહ્ય સંયોગોથી નિવૃત્ત થવું. આત્મપ્રશંસા ઈચ્છવી નહિ. ધર્માચાર્યોની સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org