________________
12
કરવી. જિન ભક્તિમાં ઉત્સુક રહેવું. દંભનો ત્યાગ કરી, દોષોનું વર્જન કરવું. સંસારના ભાવોથી દૂર રહેવું. શ્રદ્ધાને સ્થિર કરવી. અંતમાં અધ્યાત્મમાર્ગને યોગ્ય ગુણવૃદ્ધિ કરવી. વૈરાગ્ય સેવવો.
હે ભવ્યાત્માઓ ! આ ગ્રંથમાં આવો ઘણો વૈભવ ભર્યો છે. સંસારથી મુક્ત થવાના કામીએ આવા ગ્રંથોનું પરિશીલન કરીને માનવભવની સફળતા ઇચ્છવા જેવી છે. એક વાર અવલોકન જરૂર કરજો. બીજું તો શું કહેવાનું હોય ? મૂળ ગ્રંથકારની પ્રસન્નતા, અનુવાદકની પ્રસન્નતા, ગ્રંથ અનુમોદન કરનારની પ્રસન્નતા અને છેવટે જેને આવું સદ્ભાગ્ય સાંપડ્યું છે, તેવા આ સંપાદકની પ્રસન્નતા એમ નિર્દેશ કરે છે કે તમને પણ જરૂર પ્રસન્નતા મળશે. ચિત્તની એ પ્રસન્નતા એ જીવનને નિર્દોષતામાં દોરી જશે. સૌને અધ્યાત્મનો સ્પર્શ થઈ મુક્તિનો લાભ મળે તેવી અભ્યર્થના.
સવિશેષ પ્રસ્તુત ગ્રંથમાં બંને પ. પૂજ્ય આચાર્યશ્રીના આશીર્વચન મળ્યા છે તે ગ્રંથનું પરિશીલન કરનાર સૌને માટે લાભદાયી છે. એ આશીર્વચન કેવળ સંપાદકને માટે છે તેવું નથી, આ તો વહેંચીને લેવામાં વિશેષ લાભ છે. માટે સૌને વિનંતી છે કે સૌ આચાર્યશ્રીનો અનુરોધને બોધ માની ગ્રંથને આવકારજો. તો તેઓ પ્રત્યેનું મારું, તમારું, સૌનું ઋણ અદા થશે. મારા સદ્ભાગ્યમાં તમારો સાદ પુરાવજો તેવી અપેક્ષા સાથે વિરમું છું.
ગ્રંથમાં શ્લોક અને મૂલાર્થને યથાવત રાખી કેવળ ભાવાર્થને સરળ બનાવવા પૂ. શ્રી આચાર્યની પ્રેરણાથી પ્રયાસ કર્યો છે. તેમાં કંઈ પણ ક્ષતિ રહી હોય તો તેની અલ્પતા માટે સૌ સજ્જનો કે વિદ્વતજનો ક્ષમા કરે.
પ્રસ્તુત ગ્રંથ આદર પૂર્વક વાંચજો, વંચાવજો, વિચારજો, જેથી પૂ. શ્રીએ જણાવ્યું છે તેમ આત્મશ્રેય છે.
લિ. સુનંદાબહેન વોહોરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org