________________
10
અનંત સંસાર સંક્ષેપ પામે છે. મિથ્યાત્વ એ અધ્યાત્મમાર્ગનો મહાન શત્રુ છે. મોહથી મુંઝાયેલાં પરિણામ છે, જે જીવને તત્ત્વના યર્થાથ નિર્ણય પર આવવા જ ન દે.
આત્મા છે, ઈત્યાદિ છ સ્થાનોનું યથાર્થ સેવન ન થતાં વિપરીત માન્યતામાં જીવ મુંઝાઈ જાય છે. તેથી જ્ઞાનીજનોએ મિથ્યાત્વને મહારોગ ગણ્યો છે. સદ્દગુરુરૂપ વૈદ્ય દ્વારા તેના ત્યાગનો ઉપાય કરવો એ માનવ-જન્મનું કર્તવ્ય છે.
- મિથ્યાત્વનો મિત્ર છે કદાગ્રહ. સાચું સમજાય તો પણ પૂર્વગ્રહથી દઢ થયેલી માન્યતા મૂકાતી નથી. અધ્યાત્મમાર્ગમાં કદાગ્રહ એ તો શીલા છે. તેથી ચૌદમા અધિકારમાં કદાગ્રહરૂપી અભિમાનનો ત્યાગ આવશ્યક કહ્યો છે.
કહ્યું છે કે જેનો તત્ત્વપ્રેમ અસ્ત થયો છે કેવળ અજ્ઞાનરૂપી અંધકાર જ્યાં છવાઈ ગયો છે, તેવા અહેગ્રસ્ત જીવને વિવેકનું દર્શન થતું નથી. પરંતુ બુદ્ધિમાનો કદાગ્રહને તૃણની જેમ તુચ્છ જાણી છોડી દે છે.
મિથ્યાત્વનો ત્યાગ અને કદાગ્રહનો ત્યાગ થતાં જીવ અધ્યાત્મવિકાસની શ્રેણીએ ચઢી શકવા સમર્થ બને છે. તેથી પંદરમા અધ્યાયમાં યોગસ્વરૂપનું મહાભ્ય દર્શાવ્યું છે. એ યોગના ત્રણ પ્રકાર છે.
ક્રિયાયોગ : નિષ્કામભાવે મન, વચન, કાયાની પ્રવૃત્તિ કે નિવૃત્તિ ક્રિયાયોગ છે. ચિત્ત શુદ્ધિનું સાધન છે.
જ્ઞાનયોગ : મુક્તિની સાધનાનું મુખ્ય સાધન જ્ઞાન યોગ છે. જ્ઞાનયોગ શુદ્ધ ચિત્તને સ્થિર કરનારો છે.
ધ્યાનયોગ : જ્ઞાનયોગી ધ્યાનયોગ વડે મુક્તિને પ્રાપ્ત કરે છે. જેમાં સ્થિર ચિત્ત પણ લય પામે છે. કર્મયોગ એ અભ્યાસ દશા છે. જ્ઞાનયોગ એ સમાધિ દશા છે. ધ્યાનયોગ શ્રેણીની અવસ્થા છે. મુક્તિયોગ સ્વરૂપ સાધ્ય છે.
સોળમા તથા સત્તરમાં અધ્યાયમાં યોગસ્વરૂપની ફળશ્રુતિ ધ્યાનયોગ કહી છે. અને ધ્યાનને પ્રશંસનીય માન્યું છે. ધ્યાનયોગ એ સ્વયં પ્રકાશિત છે. સુખદાતા છે. અને ભવનો છેદ કરનાર છે.
છદ્મસ્થનું ધ્યાન એકાગ્ર ચિત્તવાળું તથા ભાવના અનુપ્રેક્ષાના નિમિત્તોવાળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org