________________
9
આથી નવમા અધિકારમાં સમતાનું સ્વરૂપ દર્શાવી સાધકને સ્થિર કરે છે. ન રાગ, ન રીસ, કેવળ સમત્ત્વ... સમતા એ જ આત્માનું સ્વરૂપ છે. તે સિવાય સર્વ ઉપદેશ વિસ્તાર માટે છે. સમતા સમસ્ત ગુણોની જનની છે.
જે સાધક આ સમતાના ઘરમાં વાસ કરે છે તેની સાધનાના સર્વ અનુષ્ઠાનો અમૃતરૂપે પરિણમે છે. આમ દસમા અધિકારમાં અનુષ્ઠાનોની કેડીઓ દર્શાવી છે. જે વડે સાધક પોતે જ જાણી શકે કે પોતે યર્થાર્થ માર્ગે છે કે દૂર છે ?
કોઈ પણ ધર્મ અનુષ્ઠાનને જગતના સુખના ત્રાજવે તોલવું કે તેવા પરિણતિભાવ વિષતુલ્ય ગણ્યા છે, માટે સાધકને જે કંઈ કરવું છે તે આત્મહિત માટે સવિશેષ આત્મશુદ્ધિ માટે સ્વરૂપને નિરાવરણ કરવા માટે છે. જે કરવાથી દેવલોકના સુખ પ્રાપ્ત થાય તોપણ તે ઇચ્છે નહિ, તો પછી નિયાણું તો કેમ કરે ? અનુષ્ઠાન કરવા છતાં ભુલભુલામણીમાં અટવાઈ ન જવાય તે માટે અનુષ્ઠાનોનો ક્રમ બતાવ્યો છે. માટે અનુષ્ઠાનોના સોદામાં ફળની આશાનો ત્યાગ કરવો. તે સહજ આવે તો આવે જાય તો જાય.
અધિકાર અગિયારમાં મનઃ શુદ્ધિની મુખ્યતા દર્શાવી છે. અનુષ્ઠાનનો અધિકારી મનઃ શુદ્ધિનાં શિખરો સર કરી શકે છે. તે સિવાય પવનવેગી શીઘ્રગતિવાળું મર્કટ જેવી ચંચળતાવાળુ મન, એક આત્મજ્ઞાન વડે જીતી શકાય છે. રોગીને જેમ મળશુદ્ધિ આવશ્યક છે, તેમ યોગીને મનઃશુદ્ધિ આવશ્યક છે.
મોક્ષમાર્ગની સાધનાનું સોપાન સમ્યક્ત્વ છે. બારમા અધિકારમાં સમ્યકત્ત્વનો ક્રમ છે. જેનું ચિત્ત નિર્મળ છે તે નિશ્ચિય સમ્યક્ત્વનો અધિકારી બને છે. અર્થાત્ સમ્યક્ત્વમાં મનઃશુદ્ધિની જ વિશેષતા છે.
તપ, જપ, દાનાદિ સર્વ ક્રિયા સમ્યક્ત્વ સહિતની હોય તો જ સાધ્યની સિદ્ધિ માટે નિમિત્ત બને છે. સમ્યક્ત્વ એ આત્મિકગુણ છે. તેની ઉપસ્થિતિમાં જીવદળ સત્પુરુષાર્થમાં સ્થિર રહે છે. અને અનંત સંસારને બંધનકર્તા કર્મોનું ઉપાર્જન કરતો નથી. તેથી ક્રમે કરીને મુક્તિપંથને સાધી લે છે.
સમ્યક્ત્વ ગુણ પ્રગટ થતાં મિથ્યાત્વ અપરાધીની જેમ દૂર થઈ જાય છે. તે તેરમા અધિકારમાં કહે છે. મિથ્યાત્વના ત્યાગથી જીવનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org