________________
જેમ બાળમાં સિદ્ધત્વ-બુદ્ધત્વ જોઈ શકતી નથી. તે તો કેવળ તેના શરીરને સુખ ઊપજે તેમ ઉછેરે છે. કાદવરૂપી અસંસ્કારથી તેને દૂર રાખી સુસંસ્કાર આપતી નથી, પણ તેના દોષને ગુણ માનવાની ભૂલ કરે છે. તેનું મૂળ મમતા છે. [૨૨] મતાપિત્રરિસરૂપો – નિલેતોગપિ મમત્વતઃ |
મૂકીઝમવતાં, તૈયત્યેનામાને છે ૨૦ મૂલાર્થ : માતાપિતા વગેરેનો સંબંધ અનિશ્ચિત છે, તોપણ મમતાને લીધે દઢ ભૂમિરૂપ ભ્રમવાળા પુરુષોને નિશ્ચિત ભાસે છે. - ભાવાર્થ : જગતમાં જન્મ ધરેલા માનવીને પૂર્વકર્મકૃત ઋણાનુબંધના યોગે આ જન્મમાં માતાપિતા સ્વજનાદિના સાંયોગિક મેળાપ થાય છે. પણ જીવ એ સર્વ સંયોગોને પોતાના અને કાયમના માનીને ભ્રમમાં પડે છે. તેથી વિયોગ થતાં દુઃખી થાય છે. જગતમાં જન્મેલો જીવ માત્ર સ્વયં અશરણ છે તો પછી તે અન્યને શરણ ક્યાંથી આપી શકે ? [૨૨] મિત્રાઃ પ્રમાત્માનો, વિમત્રાઃ પુના ખપ !
શૂન્યઃ સંત રૂવે, યઃ પશ્યતિ સ પશ્યતિ || ૨૦ || મૂલાર્થ : પ્રત્યેક આત્માઓ ભિન્ન છે. તથા પુગલો પણ આત્માથી ભિન્ન છે. તેમને કોઈ પ્રકારનો સંબંધ નથી. તે પ્રમાણે જે જુએ તે જ જુએ છે.
ભાવાર્થ :અહો ! આ જગતમાં સર્વ આત્માઓ અને પુગલ-પદાર્થો સ્વભાવથી જ ભિન્ન છે. જીવ અને જડનો સંયોગ સંબંધ છે પરંતુ બંનેની સત્તા પૃથક છે. એવું જે શ્રદ્ધાપૂર્વક જાણે છે કે જુએ છે, તેનું દર્શન સાચું દર્શન છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાનદર્શન ઉપયોગયુક્ત છે.
પુગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા છે.
વ્યવહારથી એક ક્ષેત્ર રહેલા છે, છતાં જડ જડભાવે પરિણમે છે. અને ચેતન ચેતનભાવે પરિણમે છે, કારણ કે મૂળમાં તેઓ સ્વભાવથી ભિન્ન છે.
૧૨૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org