________________
[૨૨] છાતિમાં થિ – વિમૂત્રપિટરી |
__ वनितासु प्रियत्वं य-तन्ममत्वविजृम्भितम् ॥ १७ ॥
મૂલાર્થ : ચર્મથી આચ્છાદન કરેલાં માંસ, અસ્થિ, વિષ્ટા અને મૂત્રના પાત્ર રૂપ સ્ત્રીઓને વિષે જે પ્રિયપણું છે તે મમતાનો વિલાસ છે.
ભાવાર્થ : આ કથનથી એમ માની ન લેશો કે કેવળ સ્ત્રીમાં મમતાનો વિલાસ છે. જ્યાં સુધી જીવને ચૈતન્યની શુદ્ધતાનું, પવિત્રતાનું, બ્રહ્મસ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી સ્ત્રી-પુરુષ સંસારમાં મમતા નચાવે તેમ નાચીને મમતાવશ થઈ અશુચિમય દેહના સુખમાં રાચે છે અને આત્મભાન ભૂલે છે. [२२६] लालयन् बालकं ताते-त्येवं ब्रूते ममत्ववान् ।
वेत्ति च श्लेष्मणा पूर्णा-मङ्गुलीममृताञ्चिताम् ॥ १८ ॥ મૂલાર્થ : મમતાવાન પુરુષ પોતાના બાળકને લાડ લડાવતા હે તાત ! એમ કહીને બોલાવે છે. અને શ્લેષથી ભરેલી તેની આંગળી જાણે અમૃતથી વ્યાપ્ત હોય તેમ માને છે.
ભાવાર્થ : અહીં ગ્રંથકારે મમતાની અધમતા બતાવવી છે. તેથી જ્યાં જ્યાં મમતા પડી છે ત્યાંથી જીવને બોધ આપે છે. શરીર માત્ર અશુચિથી ભરેલું છે, તે બાળક વગેરે કોઈનું પણ હો તેમાં રુચિ કરવા જેવું નથી. પણ તે દેહમાં રહેલો ચૈતન્યસ્વરૂપ આત્મા છે. તેની અશુચિ ટાળવા પ્રયત્ન કરવાનો છે. બાળક વાત્સલ્યને પાત્ર છે. રક્ષણને પાત્ર છે. છતાં તેનામાં સારા સંસ્કાર આપવાને બદલે શરીરને લાડ લડાવવાં તે મમતા છે. [૨૭] પરિપ નિઃશ સુતાત્ર મુગ્વતિ |
तदमेध्येऽपि मेध्यत्वं, जानात्यम्बा ममत्वतः ॥ १९ ॥ મૂલાર્થઃ માતા મમતાને લીધે નિઃશંક રીતે કાદવથી ખરડાયેલા પુત્રને પણ પોતાના ઉત્સંગમાંથી નીચે મૂકતી નથી, અને તેની અપવિત્રતાને વિષે પણ પવિત્રતા માને છે.
ભાવાર્થ : જે માતા મમતાના આવેશમાં મદાલસા જેવી સતીની
વૈરાગ્ય વિષય : ૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org