________________
ભાવાર્થ : કામી પુરુષની દૃષ્ટિનો વિકાર સ્ત્રીને મા સ્વરૂપે જોવાને બદલે, કે અશુચિમય ઔદારિક શરીરની રચના જોઈને દૃષ્ટિનો વિકાર સમાવી દેવાને બદલે ભોગવૃત્તિને સેવે છે. તેનાં અંગોને નીરખીને તેમાં મોહ પામે છે. કામી પુરુષોની નિર્બળતા તેમાં મમતાનું સાચું દર્શન થવા દેતી નથી. ફક્ત નિષ્કામી યોગીને જ તે નિઃસાર જણાય છે.
[૨૨] મનસ્યચંદ્વવસ્યન્વત, યિાયામન્યદેવ ૨ ।
यस्यास्तामपि लोलाक्षीं साध्वीं वेत्ति ममत्ववान् ॥ १५ ॥
મૂલાર્થ : જે સ્ત્રીના મનમાં બીજું, વચનમાં બીજું, અને ક્રિયામાં પણ બીજું છે એવી ચપળ નેત્રવાળી સ્ત્રીને પણ મમતાવાન પુરુષ સતી માને છે.
ભાવાર્થ : જે પણ જીવ-વ્યક્તિને તેના મનમાં એક વાત હોય, વચનમાં કંઈ બીજી જ વાત બોલે અને આચાર તો સાવ વિપરીત કરે, તેવી ચપળતા તેના આત્માને સત્થી-વિવેકથી દૂર રાખે છે. અત્રે પુરુષને લક્ષ્યમાં રાખીને કથન કરેલું છે. પરંતુ જે જીવમાં આવો પ્રપંચ છે. તે અહિતકારી છે.
[૨૨૪] યા રોપવચાર્યેઽપિ, રાશિપ્ન પ્રાળસંશયે ।
दुर्वृत्तां स्त्री ममत्वान्ध-स्तां मुग्धामेव मन्यते ॥ १६ ॥
મૂલાર્થ : જે દુરાચારી સ્ત્રી પોતાના રાગી પુરુષને પ્રાણના સંશયવાળા અકાર્યને વિષે પણ પ્રવર્તાવે છે, તે છતાં મમતાથી અંધ થયેલો મનુષ્ય તેણીને મુગ્ધ (ભોળી માને છે)
ભાવાર્થ : સ્ત્રીની મમતાને વશ જે પુરુષ તેના અકાર્ય સ્વીકારે છે, ત્યારે અનર્થ પેદા થાય છે. તેમાં સ્ત્રીની વૃત્તિ નિમિત્ત છે. પરંતુ પુરુષમાં સ્ત્રીને વશ થવાની નિર્બળતા છે. જોકે શાસ્ત્રમાં મહદ્ અંશે રાજારાણી, શ્રાવક-શ્રાવિકા એકમેક થઈને સંયમનું આરાધન કરતાં, સંસારનો ત્યાગ કરતાં કથનોની વિશેષતા છે. વળી કોઈ એવા પ્રસંગો પણ બન્યા છે કે સ્ત્રીના વચનને વશ થઈ મહાભારત રચાયું હોય, પરંતુ જ્ઞાની પુરુષનો બોધ તો જીવમાત્રને મમતાથી છૂટવાનો છે.
Jain Education International
૧૨૨ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org