________________
છે. આમ પરિશ્રમ એકલો કરે છે. અને તેના ફળરૂપે મળતાં કારમાં દુઃખો પણ એકલો જ સહન કરે છે. ત્યારે તેને પુત્રાદિક સાથે જઈને સહાય કરતા નથી.
[૨૨૦] મમતાન્ધ્રો ફ્રિ પન્નાસ્તિ,
તત્પત્તિ, ન પશ્યતિ । जात्यन्धस्तु यदस्त्येत-भेद इत्यनयोर्महान् ॥ १२ ॥
મૂલાર્થ : મમતાથી અંધ થયેલો પ્રાણી જે વસ્તુ હોતી નથી તેને જુએ છે. અને જન્માંધ પ્રાણી તો જે વસ્તુ વિદ્યમાન છે તેને જોતો નથી એ પ્રમાણે એ બંનેમાં મોટું અંતર છે.
ભાવાર્થ : મમતાથી અંધ એટલે વિવેકરૂપ નેત્રરહિત થયેલો પરવસ્તુમાં સુખ ન હોવા છતાં ભ્રમ સેવે છે. જન્માંધ તો જન્મથી અંધ હોવાથી ઘર, વસ્ત્ર, પાત્ર આદિ વસ્તુને જ જોતો નથી. તો પણ તેનામાં કદાચિત હિતાહિતનો વિવેક હોઈ શકે. પણ મોહાંધને તો વિવેક જ નથી. આમ મોહાંધ અને જાત્યાંધમાં આવો તફાવત
છે.
[૨૨૧] પ્રાળાનભિન્નતાધ્યાનેતુ, પ્રેમમૂના તતોધિામ્ ।
प्राणापहां प्रियां मत्वा, मोदते ममतावशः ॥ १३ ॥ મૂલાર્થ : મમતાને વશ થયેલો પ્રાણી પ્રાણોને નાશ કરનારી સ્ત્રીને પોતાથી અભેદપણે ધારીને પ્રાણરૂપ અતિ પ્રેમને લીધે પ્રાણ કરતાં પણ અધિક માનીને ચાહે છે.
ભાવાર્થ : મમતાને વશ પડેલો જીવ પુરુષ હો, સ્ત્રી હો પણ આત્મગુણને ઘાત કરનારી વાસના સાથે એકત્વ કરે છે. અને અતિ રાગને લીધે અન્યોન્ય પરિચયમાં સુખ માને છે. મમતા મિઠાશ તેમને ઘેરી વળી છે.
[૨૨૨] ુવાન્વીનિર્દેશનાનું, મુર્ત્ત શ્ર્લેષ્મા, વિષ્ણુમ્ । માંસપ્રથી ધ્રુવી ઠુમ્મી, હેમ્નો વેત્તિ મમત્વવાન્ ॥ ૧૪ ॥ મૂલાર્થ : મમતાવાન મનુષ્ય સ્રીઓના અસ્થિમય દાંતને કુંદ પુષ્પની કળીઓ માને છે. તથા શ્લેષ્મના ગૃરૂપ મુખને ચંદ્રરૂપ માને છે. માંસની ગ્રંથિરૂપ સ્તનોને સુવર્ણના કળશરૂપ માને છે.
Jain Education International
વૈરાગ્ય વિષય : ૧૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org