________________
વિશાળ પૃથ્વીને ઘેરી લે છે, તેમ એક મમતારૂપ બીજથી આ ધનાદિકનો પ્રપંચ વિસ્તાર પામે છે.
ભાવાર્થ: વિશાળ પૃથ્વી ઉપર વિશાળકાય વટવૃક્ષનો વિસ્તાર તેના નાનાસરખા બીજને આશ્રીને થયો છે. તેમ હે સાધક ! તારા ચિત્તમાં જાણે-અજાણે જો ધનાદિકના કે પરિવારના સંસ્કારનું બીજ પડેલું હશે તો તેમાં નિમિત્તોનું સિંચન થતાં તે મમતા વટવૃક્ષની જેમ વિસ્તાર પામશે. પછી તેને મૂળમાંથી નાશ કરવાનું કામ દુર્લભ છે, કદાચ અસંભવિત બને.
[૨૧] માતા પિતા મે ભ્રાતા હૈ, નિી વર્ણમા ચ મે । पुत्राः सुता मे मित्राणि, ज्ञातयः संस्तुताश्च मे ॥ ७ ॥
મૂલાર્થ : આ મારી માતા આ મારા પિતા, આ મારા ભાઈ, આ મારી બહેન, ભાર્યા, પુત્રો, પુત્રીઓ, મિત્રો, જ્ઞાતિબંધુઓ અને મારા પૂર્વપરિચિત જનો છે.
ભાવાર્થ : મૃગને તો મૃગજળ એક હોય છે. વળી તેને માનવ જેવી વિચારશક્તિ નથી કે સમજી શકે કે આ તો જળનો ભાસ છે; પણ માનવને મૃગજળ કેટલા ? જેટલી મમતા માતા, પિતા આદિમાં છે તે સર્વે મૃગજળના ભાસ જેવા છે. સર્વ જડ પદાર્થોની મમતા પણ મૃગજળ જેવી છે.
[૨૧] હ્યેયં મમતાવ્યાધિ, વર્તમાનું પ્રતિક્ષળમૂ |
जनः शक्नोति नोच्छेत्तुं विना ज्ञानमहौषधम् ॥ ८ ॥ મૂલાર્થ : આ પ્રમાણે ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતા મમતારૂપી વ્યાધિનું માણસ જ્ઞાનરૂપી મહા ઔષધિ વિના ઉચ્છેદન કરવા શક્તિમાન થતો નથી.
ભાવાર્થ : ઉપર કહ્યા તેવા મમતારૂપી સુખના આભાસની વૃદ્ધિ થતી રહે છે. તેનો મૂળમાંથી છેદ કરવા માટે આત્મસ્વરૂપનો બોધ એક માત્ર ઉપાય છે.
[૨૧૭] મમત્વનૈવ નિઃશંકૢમારમ્ભાવી પ્રવર્તતે । कालाकालसमुत्थायी, धनलोभेन धावति ॥ ९ ॥
વૈરાગ્ય વિષય : ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org