________________
સર્વ ગુણોને મમતારૂપી રાક્ષસી એક હેલામાત્રમાં (પળ) ભક્ષણ કરી જાય છે.
ભાવાર્થ : મુનિ ઉપસર્ગ અને પરિષદને સહીને, વ્રત તપાદિ મહાકષ્ટ વડે રત્નત્રયાદિ ગુણોને પ્રાપ્ત કરે છે. તેવા ચિરકાળના ગુણસમૂહને જાણે ક્રૂર રાક્ષસી હોય તેમ મમતા તેનો કોળિયો કરી જાય છે. [૨૨] ખેડુવાન્ત, પશૂન્ય, દ્રાવિદ્યૌષધિવનતિ |
૩૫ મિઃ પત્ની, મમતા શીડય–દો છે મૂલાર્થઃ અહો મમતારૂપી પત્ની, અવિદ્યારૂપી ઔષધિના બળથી તત્કાળ જીવરૂપી પતિને પશુ જેવો બનાવીને ઘણે પ્રકારે નચાવે
ભાવાર્થ : મમતા શબ્દ સ્ત્રીલિંગ સૂચક છે. મમતાજનક જીવની વૃત્તિનું બળ અજ્ઞાનરૂપી ઔષધિ વડે જીવને પશુ જેવો બનાવે છે. અર્થાતુ પોતાના હિતાહિતનું ભાન ભુલાવી દે છે. જીવ મમતાનો નચાવ્યો નાચે છે. ક્ષુદ્ર વૃત્તિની જનેતા મમતા છે. [૨૩] ઃ પરમ પતિ, ગાયતે ચેક ઇવ હિ |
મમતદેવતઃ સર્વ, સપૂછ્યું ત્યય | ૬ | મૂલાર્થ જીવ પરભવને વિષે એકલો જ જાય છે. અને એકલો જ ઉત્પન્ન થાય છે. તો પણ મમતાના ઉદ્રકથી સર્વ સંબંધને જુએ છે.
ભાવાર્થ : જગતસ્થિતિનો નિયમ છે કે જીવ જન્માંતરે એકલો જ જાય છે. કર્મના યોગે એકલો જ ઉત્પન્ન થાય છે. તોપણ આશ્ચર્ય છે કે જીવને મમતાના સંગે પુત્રાદિક કે ધનાદિકનું મમત્વ છૂટતું નથી. તે સર્વ તેની સાથે કાયમ રહેવાવાળા છે. તેમ માની હિત ચૂકી જાય છે. આખરે તે વિદાય થાય ત્યારે સર્વ પદાર્થ અહીં જ છૂટી જાય છે. [૨૪] ચાનતિ મહતી મૂર્ષિ, વેરવીના વટઃ |
તળેવમમતાવીના - પાપ ત્વના છે ૬ છે. મૂલાર્થ : જેમ વડલાના એક બીજમાંથી ઉત્પન્ન થયેલું વટવૃક્ષ
૧૧૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org