________________
(નષ્ટ) કેવી રીતે કરવું તે હવે બતાવે છે. [૨૦૧] નિર્મચૈવ વૈરાર્થ ચિરત્વમવITહતે !
परित्यजेत्ततः प्राज्ञो ममतामत्यनर्थदाम् ॥ १ ॥ મૂલાર્થઃ મમતા રહિત પુરુષને વૈરાગ્ય સ્થિરતા પામે છે, તેથી કરીને પંડિત પુરુષે અત્યંત અનર્થ કરનારી મમતાનો ત્યાગ કરવો.
ભાવાર્થ : વૈરાગ્ય : ઉદાસીનતા, અનાસક્તિ, વિરક્તિ કયાં હોય, ક્યાં કરવી ? દેહ, ધનાદિ, ગૃહ, કુટુંબ આદિને વિષે પ્રાજ્ઞ પુરુષો ઉદાસીન રહે છે. જેની મમતા હણાઈ તેનું આત્મહિત પ્રગટે છે. મમતામાં જીવોને મીઠાશ લાગે છે. પરંતુ તે સર્વ ક્ષણિક સંયોગો છે, જેના પરિણામે જીવો આલોક અને પરલોકમાં દુઃખને આમંત્રણ આપે છે. માટે ક્રમે કરીને જીવોએ આ ધનાદિક મારા છે અને હું તેનો છું તેવા પરભાવરૂપી મમત્વનો ત્યાગ કરવો, તેવા દુર્નિમિત્તથી દૂર રહેવું. [૨૦] વિઃ શિં ચિતૈોંર્તિ મમતા સે !
___ त्यागात्कञ्चुकमात्रस्य भुजङ्गो न हि निर्विषः ॥ २ ॥
મૂલાર્થ : જો હૃદયમાં મમતા જાગૃત હોય તો વિષયોનો ત્યાગ કરવાથી શું ફળ ? કેમકે માત્ર કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ વિષરહિત થતો નથી.
ભાવાર્થ : પૂર્વના સંસ્કારવશ કે ભૂતકાળનાં સ્મરણોના નિમિત્તે ચિત્તમાં મમતાના અંકુરો ઊઠતા હોય, અને ઇન્દ્રિયોનું દમન કરી બાહ્ય વિષયોનો ત્યાગ કર્યો હોય તો તેથી અનિષ્ટ દૂર થતું નથી. સર્પ કાંચળી છોડી દે તેટલા માત્રથી તેનું વિષ નાશ નથી પામતું. તેની દાઢમાં કે તેના શરીરમાં રહેલું વિષ નાશ પામે તો સર્પ નિર્વિષ થાય છે તેમ સાધકે સમજવું કે અંતરંગમાં આસક્તિના ભાવ દેઢ થયા ન હોય તો મમતાનું વિષ નષ્ટ થતું નથી. [૨૧] દેન દિ ગુણામ, પ્રળીશુને મુનઃ |
ममताराक्षसी सर्वं, भक्षयत्येकहेलया ॥ ३ ॥ મૂલાર્થઃ મુનિ મહાકષ્ટ કરી ગુણસમૂહને ઉપાર્જન કરે છે. તે
વૈરાગ્ય વિષય : ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org